Breaking News : રાજકોટમાં 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી , જુઓ Video

| Edited By: | Updated on: Jun 03, 2026 | 12:05 PM

રાજ્યભરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની મોડી રાત્રે કાર્યવાહી શરુ થઈ હતી.રાજકોટમાં બાંગ્લાદેશી વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ,ભરુચ, સુરત અને વડોદરામાં પણ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજકોટ શહેર પોલીસની મોડી રાત્રે કાર્યવાહી કરી છે. શહેરમાં ગેરકાયદે વસતાં બાંગ્લાદેશી સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન શરુ કર્યું હતુ.31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી છે.આધારકાર્ડ,પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે.જો ડોક્યુમેન્ટ નહિ હોય તેવા બાંગ્લાદેશીઓને દેશબહાર મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે. ગૃહવિભાગના આદેશ બાદ પોલીસની કાર્યવાહી સામે આવી છે.

શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પુછપરછ

ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે તવાઈતમને જણાવી દઈએ કે, રાજકોટ સિવાય અમદાવાદ પોલીસે 131 જેટલાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. અન્ય શંકાસ્પદ 160 જેટલાં બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ પણ અમદાવાદમાં 400થી વધુ બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ હતી.વડોદરામાં 200થી વધુ બાંગ્લાદેશીઓ હોવાની આશંકા છે. ત્યારે વડોદરામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.સુરત શહેરમાં પણ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધવા પોલીસની મેગા ડ્રાઇવ શરુ છે.ભરૂચ પોલીસે મેગા સર્ચ ઓપરેશનમાં પોલીસ તમામ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પુછપરછ કરી રહી છે.

પોલીસે મોટી માત્રામાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. જે શંકાસ્પદ છે તેના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. જો ડોક્યુમેન્ટ નહિ હોય તેવા બાંગ્લાદેશીઓને દેશબહાર મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે.

 

 

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો

Published on: Jun 03, 2026 11:58 AM
Follow Us