Breaking News : રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના બિલ સામે કોંગ્રેસે કાજુકતરી સાથે વિરોધ કર્યો , જુઓ Video

| Edited By: | Updated on: Jun 25, 2026 | 12:50 PM

રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરોનો વિરોધ સામે આવ્યો છે. આ વિવાદ જનરલ બોર્ડમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના બિલનો છે. જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસના કોર્પોરેટરો અને વિજીલન્સ વચ્ચે થઇ ઝપાઝપી થઈ હતી.

રાજકોટ શહેરમાં જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના ખર્ચનો વિવાદ સામે આવ્યો છે. RMCના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસએ વિરોધ કર્યો હતો.કાજુકતરી સાથે અનોખો વિરોધ કર્યો હતો. કારણ કે, કાજુ કતરી સહિત નાસ્તાની એક ડિશનો ભાવ 231 રૂપિયા ઉધારવામાં આવ્યો છે. ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉધારવામાં આવ્યું હતું.જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે.કોંગ્રેસના કોર્પોરેટરો પાસેથી કાજુકતરી અને બેનરો વિજીલન્સે કબ્જે કરવામાં આવ્યા છે.

ચા-કોફી અને બિસ્કીટનું બિલ 6.30 લાખ

રાજકોટ શહેરના ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતુ.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. અંદાજે 1498 જેટલા મકાનોનું ડિમોલેશન કરાયું હતુ,જંગલેશ્વર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ.કુલ 7 ઝોનમાં કામગીરી હાથ ધરાવામાં આવી હતી.હવે આ નપાના ઇતિહાસનું આ સૌથી મોટુ જંગલેશ્વરમાં મેગા ડીમોલેશન હતુ. આટલા મોટા ડિમોલેશનમાં પોલીસ બંદોબસ્ત ખુબ મોટો હતો. તેમના નાસ્તાનું બિલ જોઈ હવે વિરોધ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે કાજુકતરી સાથે વિરોધ કર્યો હતો.

રેસ્ટોરન્ટનું બિલ 20 લાખ

મહત્વનું છે કે 3 દિવસ અને 8 ઝોનમાં ચાલેલા ડિમોલિશનનું બિલ ચર્ચામાં છે.ડિમોલેશન વખતે ફરજ પર હાજર કર્મચારીઓની ખાણીપીણીનું 27.20 લાખનું બિલ આવ્યું છે. આ સાથે અલગ અલગ હોટેલોના બિલ મુકવામાં આવ્યા છે.આરાધના ટી સ્ટોલના ચા-કોફી અને બિસ્કીટનું બિલ 6.30 લાખ મુકાયુ છે.21000 કપ ચા અને 4000 બોટલ લીંબુ સરબતનો ઉપયોગ કરાયો હતો. તો પ્રેમવતી રેસ્ટોરન્ટનું બિલ 20 લાખ રૂપિયા મુકાયુ હતુ. બિલમાં શંકા જતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાએ દરખાસ્ત પેન્ડીંગ રાખી છે.

 

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.