Breaking News: રાજકોટમાં ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો, જુઓ Video
રાજકોટમાં અમૂલ દહીંમાં કથિત ફૂગ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા શરૂ થઈ છે. ગ્રાહકે દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ ગ્રાહકે માયાણી ચોક વિસ્તારમાં આવેલા અમૂલ પાર્લરમાંથી દહીં ખરીદ્યું હતું.

પેકેજ બંધ હોવાનું વેપારીનું નિવેદન
દહીં ખરીદતી વખતે પેકેજ સંપૂર્ણપણે બંધ હતું અને સીલ પેક સ્થિતિમાં જ ગ્રાહકને આપવામાં આવ્યું હોવાનું વેપારીએ જણાવ્યું છે. વેપારીના જણાવ્યા મુજબ પેકેજની અંદર શું છે તે ખરીદી સમયે જાણી શકાય નહીં.
વીડિયો વાયરલ થતાં મામલો ચર્ચામાં
દહીંના પેકેટમાં કથિત ફૂગ દેખાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, દહીંમાં ખરેખર ફૂગ હતી કે કેમ અને તે કયા કારણોસર થઈ તે અંગે સત્તાવાર તપાસ કે લેબોરેટરી રિપોર્ટ સામે આવ્યો નથી. મામલે હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો- Breaking News : વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ, ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ