Breaking News : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો, રાજકીય કારકિર્દી ખતમ કરવાની આપી ધમકી! જુઓ Video

| Edited By: | Updated on: Nov 21, 2026 | 2:54 PM

સાબરકાંઠાના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે અમદાવાદની એક મહિલાએ હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. અગાઉના વિવાદના સમાધાનના મુદ્દે મહિલા કથિત રીતે બળજબરીપૂર્વક ઘરમાં પ્રવેશી હતી અને ધારાસભ્યની રાજકીય કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે ધારાસભ્યના પિતાએ તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે એક મહિલાએ હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. અમદાવાદની એક યુવતી કથિત રીતે બળજબરીપૂર્વક ધારાસભ્યના નિવાસસ્થાને ઘૂસી આવી હતી અને ત્યાં બૂમાબૂમ કરી હતી. અગાઉ થયેલા એક વિવાદ અને તેની ફરિયાદના સમાધાનને લઈને મહિલા ધારાસભ્યના ઘરે પહોંચી હતી. તે સમયે ધારાસભ્યના વૃદ્ધ પિતા તેમજ કેટલાક મુલાકાતીઓ પણ ઘરમાં હાજર હતા. તેમની હાજરીમાં મહિલાએ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો.

મહિલાએ ધારાસભ્યને રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકી

આક્ષેપ પ્રમાણે, મહિલાએ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકી પણ આપી હતી. મહિલાના આ વર્તનથી ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસની વાન સ્થળ પર પહોંચે તે પહેલાં જ મહિલા નંબર પ્લેટ વિનાની કાર લઈને ત્યાંથી નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે.

સૂત્રો અનુસાર, આ મહિલા અગાઉ પણ ગુજરાત અને રાજસ્થાનમાં સંબંધિત વિવાદને લઈને ફરિયાદો અને અરજીઓ કરી ચૂકી હોવાનું કહેવાય છે. અગાઉના વિવાદના સમાધાનના મુદ્દે જ તે ધારાસભ્યના ઘરે પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ મામલે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના પિતાએ તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ઘટનાની તપાસ અને મહિલાની ભૂમિકા અંગે આગળની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.

આ પણ વાંચો, Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, 10 દિવસના સૌથી નીચા સ્તરે પહોંચ્યું સોનું

Published on: Nov 21, 2026 02:20 PM
Follow Us
Loading...
Unable to load recommendations.