Breaking News : નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે PM મોદીની મોટી ભેટ, જુઓ Video
31 ઓક્ટોબરે PM નરેન્દ્ર મોદી એકતાનગર રેલવે સ્ટેશન પાસે IRCTCની ભવ્ય નવી હોટેલનું ઉદ્ઘાટન કરશે.આશરે બે એકરમાં ફેલાયેલી .52.50 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન હોટેલ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે.
દેશ-વિદેશમાંથી હજારો પ્રવાસીઓ વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમા નિહાળવા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા હોય છે. ત્યારે આ પ્રવાસીઓની સુવિધામાં નવું નજરાણું ઉમેરાયું છે. એકતાનગર રેલવે સ્ટેશન પાસે IRCTCની નવી અને ભવ્ય હોટલનું નિર્માણ થયું છે. જેનું 31મીએ વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કરશે.આશરે બે એકરમાં ફેલાયેલી 52.50 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન હોટેલ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે. હોટલમાં 127 આધુનિક રૂમ, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરન્ટ, કેફેટેરિયા અને ભવ્ય બેન્ક્વેટ હોલ સહિતની સુવિધાઓ છે.
ઈકોનોમીને મોટું પ્રોત્સાહન મળશે
આ હોટલ એકતાનગર રેલવે સ્ટેશનની બિલકુલ નજીક હોવાથી દેશ-વિદેશથી ટ્રેન મારફતે આવતા પ્રવાસીઓને સીધો લાભ મળશે. સાથે જ હોટેલ સંચાલન, હાઉસકીપિંગ અને કેટરિંગ ક્ષેત્રે સ્થાનિક યુવાનો માટે પ્રત્યક્ષ રોજગારીની વિશાળ તકો સર્જાશે. વિશાળ કોન્ફરન્સ સુવિધાઓને કારણે એકતાનગર હવે બિઝનેસ મીટિંગ્સ અને કોર્પોરેટ ઈવેન્ટ્સનું પ્રમુખ કેન્દ્ર બનશે. 3 કરોડથી વધુ પ્રવાસીઓનો વિશ્વાસ, રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નાઇટ સ્ટે અને લોકલ ઈકોનોમીને મોટું પ્રોત્સાહન મળશે.
દેશ-વિદેશથી ટ્રેન મારફતે આવતા પ્રવાસીઓને સીધો લાભ મળશે. રોજગારી અને વેપારને વેગ જેમાં હોટેલ સંચાલન, હાઉસકીપિંગ અને કેટરિંગ ક્ષેત્રે સ્થાનિક યુવાનો માટે પ્રત્યક્ષ રોજગારીની વિશાળ તકો સર્જાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર ગુજરાત અને ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના ગર્વ તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 597 ફૂટ છે. અહી ક્લિક કરો