Breaking News : પાવાગઢ ફરવાનો પ્લાન બનાવતા પહેલા આ સમાચાર વાંચી લો, રોપ-વે સેવા 5 દિવસ બંધ રહેશે, જુઓ Video

| Updated on: Jul 29, 2026 | 1:37 PM

પંચમહાલ શક્તિપીઠ ખાતે દર્શનાર્થે આવતાં ભક્તો માટે ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 3 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી પાવાગઢની રોપ-વે સેવા બંધ રહેશે.

યાત્રાળુઓ માટે ખૂબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચમહાલણાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વે સેવા 5 દિવસ બંધ રહેશે. આગામી 3 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા બંધ રહેશે. મેઇન્ટેનન્સની કામગીરી માટે રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 8 ઓગસ્ટથી ફરી રોપ-વે રાબેતા મુજબ કાર્યરત થશે.

રોપ વે સેવા પાંચ દિવસ બંધ

પંચમહાલ શક્તિપીઠ ખાતે દર્શનાર્થે આવતાં ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ રજાઓમાં પાવાગઢ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો એક વખત આ સમાચાર જરુર વાંચશો. કારણ કે, પાવાગઢ ખાતે રોપ વે સેવા પાંચ દિવસ બંધ રહેશે. આગામી 3 ઓગસ્ટ થી 8 ઓગષ્ટ સુધી મેઇન્ટેનન્સ કામગીરી માટે રોપ વે સેવા બંધ રાખવા અંગે ઉષા બ્રેકો કંપનીએ જાહેરાત કરી છે. 8 ઓગસ્ટ થી રાબેતા મુજબ રોપ વે સેવા કાર્યરત થશે.

ટુંકમાં પાવાગઢ જનારા ભક્તો સીડી દ્વારા માતાજીના દર્શન કરી શકે છે. જે લોકો રોપ વે દ્વારા પાવાગઢ જવાનો પ્લાન કરી રહ્યાછે. તેમણે 8 આગસ્ટ સુધી રેપ વે સેવા ફરી શરુ થાય તેની રાહ જોવી પડશે.

હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે

પાવાગઢ વડોદરાથી લગભગ 46 કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલું છે. પાવાગઢ પ્રખ્યાત મહાકાળી મંદિર માટે જાણીતું છે.51 શક્તિપીઠોમાં સામેલ પાવાગઢમાં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અહીંના લોકોમાં ભાતીગળ રીતભાત અને સાંસ્કૃતિક લોકવારસાના દર્શન થાય છે. ચાંપાનેર યુનેસ્કોની વિશ્વ હેરિટેજની યાદીમાં સ્થાન પામ્યો છે.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક પાવગઢનો ડુંગર આવેલો છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.