Breaking: લો બોલો… GUના પૂર્વ VC નીરજા ગુપ્તાએ સોના-ચાંદી અને બાંધણી સાડીના બિલ ‘સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ’માં પાસ કરાવ્યાનો આક્ષેપ!
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે સોના-ચાંદી અને મોંઘી બાંધણી સાડીની ખરીદીના બિલ 'સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ' હેઠળ પાસ કરાવીને ભંડોળનો દુરુપયોગ કરવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા વધુ એક વખત વિવાદોના વમળમાં ફસાયા છે. તેમની સામે સોના-ચાંદીના દાગીના અને કિંમતી બાંધણી સાડીની અંગત ખરીદીના બિલો યુનિવર્સિટીના ‘સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ’ હેઠળ મંજૂર કરાવી કૌભાંડ આચર્યાનો ગંભીર આક્ષેપ થયો છે.
દાવા મુજબ, નવરંગપુરાના એક સ્ટોરમાંથી ખરીદાયેલી ₹59,350 ની બાંધણી સાડી, ₹2.29 લાખની કિંમતની 851 ગ્રામ ચાંદી તેમજ સોનાની ખરીદીના બિલો નિયમો નેવે મૂકીને સીધા ‘સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ’માં રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ બિલો પૂર્વ કુલપતિ અને તત્કાલીન રજિસ્ટ્રારની સહીથી સીધા પાસ કરાવીને નાણાં પૂર્વ કુલપતિના ખાતામાં ટ્રાન્સફર કરાયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શૈક્ષણિક કાર્યક્રમના બજેટમાંથી અંગત ખરીદીના બિલો ચૂકવાયા હોવાના ખુલાસાથી યુનિવર્સિટી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
Trending: નાઇટી પહેરીને એમ્બ્યુલન્સમાં આવ્યા, મોઢા પર હતો માસ્ક, રાતના અંધારામાં બેંક સાથે કરી નાખ્યો મોટો કાંડ – જુઓ Video
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
