Breaking News : કચ્છના સીરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ, જુઓ Video
કચ્છના સીરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.
કચ્છના સીરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. BSF પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી. કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. પાકિસ્તાની બોટ અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો. બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.
પાકિસ્તાની બોટ ઝડપાઈ
તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી કે, કચ્છમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. આ પહેલા પણ અનેક વખત પાકિસ્તાની બોટ ઝડપાઈ ચૂકી છે. મે મહિનામાં
કચ્છમાં બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવતા ચર્ચાઓ શરુ થઈ હતી.બીએસએફ પેટ્રોલિંગ દરમ્યાન કચ્છમાં પાકિસ્તાની બોટ મળી આવી હતી.બીએસએફની પ્રાથમિક તપાસ દરરમિયાન બોટમાં માછીમારીનો સામાન મળી આવ્યો હતો, પાકિસ્તાન બોટના કંઈ શંકાસ્પદ મળી આવ્યું ન હતુ.
જ્યારે પણ પાકિસ્તાન બોટ મળી છે. ત્યારે આ મામલે દરિયાઈ સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવે છે. કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરતા હોય છે.