Breaking News : આઈસ્ક્રીમના નામે ગ્રાહકોને ઊંચા ભાવે વેચાઈ રહ્યુ છે ફ્રોઝન ડેઝર્ટ? રાજ્યમાં જાગૃતિ લાવવા માટે ‘ઓપરેશન હેલ્થ’ શરૂ

Breaking News : આઈસ્ક્રીમના નામે ગ્રાહકોને ઊંચા ભાવે વેચાઈ રહ્યુ છે ફ્રોઝન ડેઝર્ટ? રાજ્યમાં જાગૃતિ લાવવા માટે ‘ઓપરેશન હેલ્થ’ શરૂ

| Updated on: Nov 18, 2026 | 1:26 PM

પનીર, ચીઝ અને બટર જેવી દૂધની બનાવટોમાં ભેળસેળ બાદ હવે વેજીટેલબ ફેટમાંથી બનેલા આઈસ્ક્રીમનું પણ બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. આક્ષેપ છે કે કેટલાંક હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકો દૂધના બદલે વેજીટેબલ ફેટમાંથી બનેલા ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરે છે.

રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે ઓપરેશન હેલ્થ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ અને ખોરાક-ઔષધ નિયમન તંત્રનું રાજ્યવ્યાપી અભિયાન કરવામાં આવશે. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો લોકોને તફાવત સમજાવવા માટે પ્રયાસ કરાશે. આઈસ્ક્રીમ, મિલ્ક ફેટમાંથી જ્યારે ફ્રોઝન ડેઝર્ટ વેજીટેબલ ફેટમાંથી તૈયાર થાય છે. ગ્રાહકોને ખરીદી પહેલાં પેકેટનું લેબલ વાંચવા તંત્ર દ્વાર અપીલ કરવામાં આવેલી છે. ઉત્પાદનનું નામ, ઘટકો અને પોષકતત્વોની માહિતી ચકાસવા પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલું છે.

આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની સ્પષ્ટ ઓળખ આપવી જરૂરી રહેશે

છૂટક વેચાણમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની સ્પષ્ટ ઓળખ આપવી જરૂરી રહેશે. શિક્ષિત વર્ગ, સોશિયલ મીડિયા યુઝર્સને જનજાગૃતિ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે. ઘણા વેપારીઓ ફ્રોઝન ડેઝર્ટની સસ્તા ભાવે ખરીદી કરે છે અને તેને આઈસ્ક્રીમના નામે ગ્રાહકોને ઊંચા ભાવે તેનું વેચાણ કરે છે. તંત્ર દ્વારા આવા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જેમ પનીર અને એનાલોગ પનીરમાં તફાવત કરવો ગ્રાહકો માટે મુશ્કેલ હોય છે તે જ રીતે ફ્રોઝન આઈસ્ક્રીમ પણ એવી જ વસ્તુ છે, જેને સરળતાથી ગ્રાહકો ઓળખી શકતા નથી. ત્યારે હવે લોકોમાં આ અંગે જાગૃતિ લાવવા રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન હેલ્થ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવાશે. એટલું જ નહીં વેપારીઓએ પણ છૂટક વેચાણમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની સ્પષ્ટ ઓળખ આપવી પડશે.

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં મોટો કડાકો! એક મહિનામાં ₹14,400 સસ્તું થયું 24 કેરેટ ગોલ્ડ

Follow Us
Loading...
Unable to load recommendations.