Breaking News : 26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્લાસ્ટ કરવાનો પોલીસને નનામો પત્ર મળ્યો, ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી
26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્લાસ્ટ કરવાનો પોલીસને નનામો પત્ર મળ્યો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.આ પત્રમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. જેના પગલે શહેર પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ ભીડભાડ વાળી જગ્યા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે
26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્લાસ્ટ કરવાનો પોલીસને નનામો પત્ર મળ્યો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.આ પત્રમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. જેના પગલે શહેર પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ ભીડભાડ વાળી જગ્યા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તેમજ લોકોને પણ અજાણી વસ્તુ મળે તો તેની સાવચેત રહેવા અને તરત જ પોલીસ કંટ્રોલને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
Published on: Jan 25, 2023 07:02 PM
