Breaking News : નવસારીમાં 12 વર્ષીય બાળકી પર દીપડાનો હુમલો, 2 મહિનામાં 3 બાળકોને બનાવ્યા નિશાન! જુઓ Video

| Edited By: | Updated on: Nov 24, 2026 | 2:25 PM

દક્ષિણ ગુજરાતમાં દીપડાના વધતા હુમલાઓને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનામાં ત્રણ બાળકો પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે.

ગતરોજ વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે 12 વર્ષીય બાળકી નિધિ હસમુખ પટેલ પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે, આસપાસના લોકોની બૂમાબૂમ થતાં દીપડો બાળકીને છોડીને ભાગી ગયો હતો, જેના કારણે બાળકીનો જીવ બચી ગયો હતો. હુમલામાં બાળકીના ગળા અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

 

દીપડાને પકડવા માટે ગોઠવવામાં આવ્યાં પાંજરાં

વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે વિવિધ વિસ્તારોમાં પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે. આ ઉપરાંત, અલગ-અલગ ટીમો બનાવી દીપડાને શોધવા અને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. બે મહિનામાં ત્રણ બાળકો પર હુમલાની ઘટનાઓને પગલે હુમલાખોર દીપડો માનવભક્ષી બન્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ, સ્થાનિક અગ્રણીઓએ વન વિભાગ સમક્ષ વહેલી તકે દીપડાને પકડી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો, Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં આજે સોનાના ભાવ વધ્યા! 10 દિવસમાં ₹1.37 લાખથી ઘટીને ક્યાં પહોંચ્યા ભાવ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Follow Us
Loading...
Unable to load recommendations.