Breaking News : ભરૂચમાં નગરપાલિકા સંચાલિત બે શાળા બંધ કરતા વાલીઓમાં ભારે રોષ,જુઓ Video
ભરૂચ શહેરમાં નગરપાલિકા સંચાલિત બે શાળાઓના અચાનક બંધ થવાના કારણે 85 થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35 ના બંધ થવાથી વાલીઓએ શાળાઓ બહાર વિરોધ પ્રદર્શન કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

વાલીઓના જણાવ્યા અનુસાર, શાળાઓને તાળું મારી દેવામાં આવ્યું છે અને નવા માલિકો 5000 રૂપિયા ભાડાની માંગણી કરી રહ્યા છે. આર્થિક રીતે નબળા વાલીઓ માટે આ રકમ ચૂકવવી મુશ્કેલ છે, તેમજ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ મળે તેવી તેમની ઈચ્છા છે.
શાળાને તાળું મારી દેવાતા વિરોધ
વાલીઓના આક્ષેપો અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, શાળાઓ બંધ નથી કરવામાં આવી પરંતુ અન્ય શાળાઓમાં મર્જ કરવામાં આવી રહી છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય બાળકોને વધુ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે.
હાલમાં એક જ વર્ગમાં ઘણા ધોરણના બાળકો બેસે છે, જે શિક્ષણની ગુણવત્તાને અસર કરે છે. આ મર્જરથી શિક્ષકોને વર્ગ પ્રમાણે વિષય પ્રમાણે શિક્ષણ આપવામાં સુગમતા રહેશે અને બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહેશે. જો કે, વાલીઓના વિરોધને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આગામી સમયમાં વાલીઓ સાથે બેઠક કરીને તેમની ચિંતાઓ દૂર કરવાનું આશ્વાસન આપ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો