ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા લોહિયાળ જંગે હવે માત્ર રણમેદાન જ નહીં, પરંતુ આકાશને પણ લપેટમાં લીધું છે. અમદાવાદથી ખાડી ગલ્ફ દેશની વિમાની સેવા પ્રભાવિત થઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ આવતી 15થી વધુ ફ્લાઇટ થઈ રદ કરવામાં આવી છે. તેમજ અમદાવાદથી ખાડી દેશમાં જતી 14થી વધુ ફ્લાઇટ રદ કરાઈ છે.કુવૈત, દોહા, દુબઇ, બગદાદ, શારજાહ, અબુ ધાબી અને જેદ્દાહ જતી આવતી ફ્લાઇટ અસરગ્રસ્ત છે.
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવના પગલે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોમાં ભારે અવરજવર જોવા મળી રહી છે,જેના પરિણામે સૌથી વ્યસ્ત ગણાતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર તાળાબંધી જેવી સ્થિતિ સર્જાઈ. કતાર, કુવૈત, બહેરીન અને UAE પર મિસાઈલો છોડતા તાત્કાલિક અસરથી તેમના એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલમાં સંપૂર્ણપણે બંધ છે. એશિયા અને યુરોપ વચ્ચેનો હવાઈ સંપર્ક તૂટી ગયો છે.આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર અનેક મુસાફરો ફ્લાઇટ અંગે અપડેટ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, એરસ્પેસ બંધ હોવાને કારણે આ સમસ્યા સર્જાય છે.
તમને જણાવી દઈએ કે, ઈઝરાયલ અને અમેરિકાએ 28 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે ઈરાન પર અટેક શરુ કર્યો છે. આ અટેકમાં સુપ્રીમ લીડર અલી ખામેનીને નિશાને બનાવવામાં આવ્યા હતા. તેનું મૃત્યું થયુ છે.જેનો જવાબ આપતા ઈાને પણ ઈઝરાયલ પર મિસાઈલનો વરસાદ કર્યો હતો. તો બીજી બાજુ મિડિલ ઈર્સ્ટમાં રહેલા અમેરિકી સૈન્ય ઠેકાણા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધ લડી રહેલા ઇરાન સામે ઘણા ગલ્ફ અને યુરોપિયન દેશો પણ એક થયા છે. તેમાંથી બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ સંયુક્ત નિવેદન જાહેર કરીને ઇરાન સામે યુદ્ધની ઘોષણા કરી છે.આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ઈરાન હવે આ યુદ્ધમાં એકલું પડી ગયું છે.