Breaking News : મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો, મોરબી અને માળિયા તાલુકાના 29 ગામને એલર્ટ કરાયા, જુઓ Video
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી મોરબી જિલ્લા વહીવટી તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તેમજ મોરબી અને માળિયા તાલુકાના 29 ગામને એલર્ટ કરાયા છે.
મોરબી મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયા બાદ ડેમમાંથી પાણી છોડાયુ છે.નદીના પટની આસપાસ રહેતાં સ્થાનિકોને સાવચેત કરવામાં આવ્યા છે.મોરબી અને માળિયા તાલુકાના 29 ગામને એલર્ટ કરાયા છે. મચ્છુ-2 ડેમના 4 દરવાજા 7 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.ડેમના 4 દરવાજા ખોલી 18,578 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.તો બીજી બાજુ મોરબી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે પણ રેસ્ક્યુ કામગીરી યથાવત છે. ધોધમાર વરસાદ વચ્ચે ઘૂંટુ ગામે ફસાયેલા સગીરનું રેસ્ક્યુ કરાયું છે.કાલિન્દ્રી નદીના કોઝવે પર ફસાયેલા સગીરનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યુ છે.
મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને એલર્ટ અપાયું
મોરબી વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ અપાયું છે. મોરબીની જીવાદોરી મચ્છુ 2 ડેમ 80 ટકા ભરાયેલો છે.નદી ના પટ આજુબાજુમાં રહેતા લોકોને ફાયર ટીમ દ્વારા સાવધાન કરવામાં આવ્યા છે.
મોરબી તાલુકાના 29 ગામોને એલર્ટ કરાયા
- જોધપર
- લીલાપર
- ભડીયાદ
- ટીંબડી
- ધરમપુર
- રવાપર
- અમરેલી
- વનાળિયા
- ગોર ખીજડીયા
- માનસર
- નવા સાદુળકા
- જુના સાદુળકા
- રવાપર નદી
- ગુંગણ
- નારણકા
- બહાદુરગઢ
- નવા નાગડાવાસ
- જુના નાગડાવાસ
- સોખડા
- અમરનગર
માળીયા તાલુકાના ગામોને એલર્ટ અપાયું
- વીરવદરકા
- દેરાળા
- નવાગામ
- મેધપર
- હરીપર
- મહેન્દ્રગઢ
- ફતેપર
- સોનગઢ
- માળિયા મિયાણા
શૈક્ષણિક કાર્ય બંધ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી મોરબી જિલ્લા વહીવટી તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
Ahmedabad Breaking : સહજાનંદ કોલેજ પાસે પડ્યો ‘મહાકાય ભૂવો’! આખુ ટ્રાફિક સિગ્નલ સમાઈ ગયુ, BRTS રૂટ બંધ, જુઓ Video અહી ક્લિક કરો
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ
મહેસાણા: પશુપાલકોને કુલ ₹455 કરોડનો ઐતિહાસિક ભાવવધારો ચૂકવાશે
