Breaking News : દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ પાસેથી મળ્યો ફોન, મોબાઈલ-બેટરી-સિમકાર્ડ અલગ અલગ સતાડતો હતો, સિમકાર્ડ સંતાડવા કર્યો જૂગાડ

Breaking News : દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ પાસેથી મળ્યો ફોન, મોબાઈલ-બેટરી-સિમકાર્ડ અલગ અલગ સતાડતો હતો, સિમકાર્ડ સંતાડવા કર્યો જૂગાડ

| Edited By: | Updated on: Nov 29, 2025 | 12:15 PM

આશારામ બાપુનો પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ સુરત જેલમાં બંધ છે. ત્યારે નારાયણ સાંઈના બેરેકમાંથી મોબાઈ મળ્યો છે. દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈ સામે પણ ગુનો નોંધાયો છે.

આશારામ બાપુનો પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ સુરત જેલમાં બંધ છે. ત્યારે નારાયણ સાંઈના બેરેકમાંથી મોબાઈ મળ્યો છે. દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈ સામે પણ ગુનો નોંધાયો છે. જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બદલ ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર જેલમાં ચેકિંગ વખતે મોબાઈલ, બેટરી, સિમકાર્ડ મળ્યું હતું. દરવાજા સાથે ચુંબકથી મોબાઈલ ચોંટાડીને રાખ્યો હોવાનું સામે આવ્યું છે. મોબાઈલની બેટરી અને સિમકાર્ડ પણ બેરેકમાંથી જપ્ત કરવામાં આવ્યું છે.

નારાયણ સાંઈ સામે નોંધાયો વધુ એક ગુનો

લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈના બેરેકમાં સરપ્રાઈઝ ચેકિંગ વખતે મોબાઈલ, મોબાઈલની બેટરી અને સીમકાર્ડ ત્રણે અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. મોબાઇલમાં લગાવવામાં આવતી બેટરી દરવાજાના નકૂચા પાછળ છુપાવેલી મળી હતી. તો ઈનહેલર્સમાં છુપાવેલું સિમકાર્ડ પણ મળી આવ્યું હતુ. સચિન પોલીસમાં મથકમાં નારાયણ સાંઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળતા જેલની આંતરિક સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. મોબાઈલ અને સીમકાર્ડ જેલમાં કેવી રીતે પહોંચ્યો તે સવાલ છે. ફોન પહોંચાડવામાં કોણે મદદ કરી અને ફોનનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવ્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો