Breaking News: દૂધના ભાવ વધારાથી અમદાવાદ-સુરતમાં લોકોમાં રોષ, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ વીડિયો

| Edited By: | Updated on: May 14, 2026 | 12:37 PM

અમૂલ અને મધર ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 નો વધારો કરવામાં આવતા અમદાવાદ અને સુરતમાં લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વધતી મોંઘવારી વચ્ચે જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ખાસ કરીને ગૃહિણીઓએ દૂધના ભાવ વધારાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

સામાન્ય પરિવારો માટે મુશ્કેલી વધી

અમદાવાદમાં લોકોએ જણાવ્યું હતું કે દૂધ રોજિંદી જીવનની સૌથી જરૂરી વસ્તુ છે અને તેના ભાવમાં વધારો થવાથી ઘરખર્ચનું સંતુલન બગડી રહ્યું છે. લોકોનું કહેવું છે કે પહેલાથી જ શાકભાજી, ગેસ, તેલ અને અન્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, ત્યારે હવે દૂધના ભાવ વધતા સામાન્ય પરિવારો માટે મુશ્કેલી વધી છે. કેટલાક લોકોએ કંપનીના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે પણ જરૂરી છે.

ગૃહિણીઓએ નારાજગી વ્યક્ત કરી

સુરતમાં પણ ગૃહિણીઓએ દૂધના વધેલા ભાવ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ગૃહિણીઓનું કહેવું છે કે દૂધના વધેલા ભાવથી ઘરનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. મોંઘવારી વચ્ચે હવે દૂધની વપરાશમાં ઘટાડો કરવાની ફરજ પડી શકે છે.

લોકોએ સરકાર અને ડેરી કંપનીઓને અપીલ કરી છે કે રોજીંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો રોકવામાં આવે જેથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત મળી શકે.

Breaking News : કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત, જુઓ Video

Published on: May 14, 2026 12:37 PM
Follow Us