Breaking News : શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજ્યું મંદિર પરિસર

Breaking News : શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજ્યું મંદિર પરિસર

| Updated on: Aug 17, 2026 | 12:51 PM

સોમનાથ મંદિરે દર્શન માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. શ્રાવણના પ્રથમ સોમવારને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

સોમનાથ મંદિરે દર્શન માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. શ્રાવણના પ્રથમ સોમવારને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના નામથી ગૂંજી ઉઠ્યુ

ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભીડનું નિયંત્રણ અને ભક્તોને સુવ્યવસ્થિત રીતે દર્શન કરાવવા માટે ઝીગઝેગ લાઈન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા અને ભીડ વ્યવસ્થાપન માટે પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા.

ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો

શ્રાવણના પ્રથમ સોમવારને લઈને સોમનાથ ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ભક્તોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને મંદિર વ્યવસ્થાપન તથા પોલીસ તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી હતી, જેથી દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે.

Breaking News : જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.