Breaking News : અમદાવાદમાં જીગરદાન ગઢવીના સાંચી ગરબામાં નિયમોના ધજાગરા ઉડ્યા, જુઓ Video
અમદાવાદમાં પરવાનગી વગર AC ડોમમાં ગરબા ( Garba ) યોજાયા છે.ફાયર NOC વગર ન્યૂ સાયન્સ સિટી ખાતે જીગર દાન ગઢવી (Jigardan Gadhavi)ના સાંચી ગરબા યોજાય રહ્યા છે.ફાયર વિભાગ દ્વારા અનેક સૂચનો છતાં નિયમો નું ઉલ્લંઘન થઈ રહ્યું છે.કોઈપણ મંજૂરી વગર ગરબાનું આયોજન કર્યું.
નવરાત્રીનો આજે બીજો દિવસ છે. ત્યારે નવરાત્રીના પહેલા જદિવસે જ ગરબાને લઈ અનેક વિવાદો સામે આવી રહ્યા છે. એક બાજુ વડોદરામાંથી નોરતાના પ્રથમ દિવસે મોબાઈલ ચોરીની ઘટના સામે આવી હતી. તો બીજી બાજુ અમદાવાદ પરવાનગી વગર AC ડોમમાં ગરબા યોજાતા સુરક્ષા અંગે સવાલો થઈ રહ્યા છે.
અમદાવાદમાં ગરબાની રમઝટ વચ્ચે ખેલૈયાઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે.નવરાત્રિ શરૂ થતા પહેલા કિર્તીદાન ગઢવીનો પણ AC ડોમ ધરાશાયી થયો હતો. જો કે સદનસીબે આ ઘટના નવરાત્રીના ચાલુ કાર્યક્રમમાં સર્જાઈ ન હતી જેના લીધે મોટી દુર્ઘટના પણ ટળી હતી.
ન્યૂ સાયન્સ સિટીમાં ફાયર NOC વગર સાંચી ગરબા યોજાઈ રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જીગરદાન ગઢવીના સાંચી ગરબાએ નિયમોનું ઉલ્લંઘન કર્યાનો આરોપ છે. કોઈપણ મંજૂરી વગર ગરબાનું આયોજન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
નિયમોના ધજાગરા ઉડ્યા
આયોજકોએ ફાયર વિભાગના સૂચન અવગણ્યા હોવાનો દાવો છે. છેલ્લા ત્રણ દિવસથી અને ગઈકાલે રાત્રે પણ ફાયર વિભાગે સૂચન આપ્યા છે. AC ડોમમાં નિયમોના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ખુલ્લા વાયર અને ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી ઉઠ્યા અનેક સવાલ છે. સુરક્ષા અંગે સવાલ ઉઠતા ફાયર વિભાગ સાંચી ગરબાને નોટિસ આપશે.
પરંતું આટલા મોટા સિંગર્સના ગરબા કાર્યક્રમમાં આયોજકોએ બેદરકારી કેમ રાખી તે પણ મોટો સવાલ છે. ફાયર NOC વગર AC ડોમમાં સાંચી ગરબા યોજાઈ રહ્યા હોવાનો આક્ષેપ છે. ખુલ્લા વાયરો અને ફાયર સેફ્ટીનાં સાધનોના અભાવના દાવા વચ્ચે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?