Breaking News : વડોદરાના ડભોઇ તાલુકાના ભાલોદરા ગામે ઓરસંગ નદીમાં પૂર આવતા શાળાની છત થઈ ધરાશાયી
ઓરસંગ નદીમાં આવેલા પૂરને કારણે ડભોઈ તાલુકના ભાલોદરા ગામમાં શાળાની છત ધરાશાઈ થઈ ગઈ છે. ભાલોદર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના બાળકો અભ્યાસ કરે છે. ગઈકાલે સાંજે 7 કલાકે દિવાલ ધરાશાઈ થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
Vadodara : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે વડોદરાની ઓરસંગ નદીમાં (Orsang river) પૂર આવ્યું છે. ઓરસંગ નદીમાં આવેલા પૂરને કારણે ડભોઈ તાલુકાના ભાલોદરા ગામમાં શાળાની છત ધરાશાઈ થઈ ગઈ છે. ભાલોદર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના બાળકો અભ્યાસ કરે છે. ગઈકાલે સાંજે 7 કલાકે દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
વડોદરાના ચાંદોદ, કરનારી અને નંદેરિયામાં નર્મદા નદીના પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી છે. ચાંદોદ કરનાળી અને નંદેરીયામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં તંત્રની ટીમ ડોર ટુ ટોર સર્વે કરી નુકસાનીનો તાગ મેળવી રહી છે.
ટુંક સમયમાં જ લોકોને સહાય મળે તેવું આયોજન કરાયું છે. સર્વેના બેથી ત્રણ દિવસમાં જ લોકોને સહાય મળી જાય તેવું આયોજન કરાયું છે. તો જિલ્લા કલેક્ટરે પણ અસગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. સાથે જ અસરગ્રસ્ત લોકોને મહત્તમ વળતર મળે તેવા પ્રયાસ કરાશે તેવી કલેક્ટરે ખાતરી આપી છે.
વડોદરાના પાદરા વિસ્તારમાંથી પસાર થતી મહિસાગર નદીમાં જળસ્તર વધ્યુ હતા. વડોદરા નજીક આવેલ મુજપુર બ્રિજને પણ બંધ કરવામા આવ્યો હતો. બ્રિજને બેરીકેડ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો હતો. અવર જવર બંધ કરવાને લઈ બ્રિજથી પસાર થતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.