Vadodara Rain Video : નર્મદાના પાણીએ તીર્થધામ ચાંદોદમાં વિનાશ વેર્યો, પાણી છોડવાની માહિતી ન અપાઈ હોવાનો આક્ષેપ

Vadodara Rain Video : નર્મદાના પાણીએ તીર્થધામ ચાંદોદમાં વિનાશ વેર્યો, પાણી છોડવાની માહિતી ન અપાઈ હોવાનો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 10:29 AM

રાજ્યમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ગુજરાતના મીની કાશી અને મા રેવા કાંઠે વસેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદે 50 વર્ષની સૌથી ભયાનક સ્થિતિનો સામનો કર્યો છે. વર્ષ 1970 બાદ ચાંદોદ વાસીઓએ નર્મદાના રૌદ્ર સ્વરૂપને ફરી એકવાર દર્શન કર્યા છે. જોકે આ વખતે એવી તો તારાજી સર્જાઇ છે કે માત્ર ઘરવખરી જ નહીં, સ્થાનિક માછીમારોની આજીવિકા પણ નર્મદાના નીર તાણી ગયા છે.

Rain : રાજ્યમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ગુજરાતના મીની કાશી અને મા રેવા કાંઠે વસેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદે 50 વર્ષની સૌથી ભયાનક સ્થિતિનો સામનો કર્યો છે. વર્ષ 1970 બાદ ચાંદોદ વાસીઓએ નર્મદાના રૌદ્ર સ્વરૂપને ફરી એકવાર દર્શન કર્યા છે. જોકે આ વખતે એવી તો તારાજી સર્જાઇ છે કે માત્ર ઘરવખરી જ નહીં, સ્થાનિક માછીમારોની આજીવિકા પણ નર્મદાના નીર તાણી ગયા છે.

આ પણ વાંચો : Vadodara Rain update : મહિસાગર નદીમાં કડાણા ડેમમાંથી 9 લાખ ક્યૂસેક પાણી છોડાયું, કાંઠા વિસ્તાર પાણીમાં ગરકાવ,જુઓ Video

નર્મદા ડેમમાંથી નદીમાં અચાનક છોડાયેલા પાણીને પગલે કાંઠા વિસ્તારોમાં ડૂબી ગયા છે. જેમાં ચાંદોદના મલ્હાર ઘાટનો પણ સમાવેશ થયો છે. મલ્હારઘાટથી માંડીને બજારો સુધીનો તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ક્યાંક 10 ફૂટ, તો ક્યાંક આખોઆખો પહેલા માળ પાણીમાં ડૂબ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્રના પાપે નાગરિકોની મહેનત અને જીંદગીભરની કમાણી પર પાણી ફરી વળ્યું છે.

આમ તો ચાંદોદના લોકો દર ચોમાસે નર્મદાનું રૌદ્ર રૂપ જોતા આવ્યા છે. પણ આ વખતે રેવાએ જે પ્રકારનો વિનાશ વેર્યો છે. તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ત્યારે નાગરિકો હવે તંત્ર પાસે રાહતની ગૂહાર લગાવી રહ્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">