Breaking News : હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ, સૌરાષ્ટ્ર, કચ્છમાં બે દિવસ હીટવેવની આગાહી

| Edited By: | Updated on: Apr 13, 2026 | 12:45 PM

રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીનું પ્રમાણ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીનું પ્રમાણ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

બે દિવસ હીટવેવની આગાહી

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે ગરમીની અસર વધુ વર્તાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. હિટવેવની શક્યતાને ધ્યાનમાં રાખીને આ બંને વિસ્તારો માટે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 48 કલાક રાજ્યભરમાં ગરમીનું જોર વધુ રહેશે, જેથી નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને પૂરતી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે, જ્યાં પારો 41.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભૂજ, કંડલા, વડોદરા અને ગાંધીનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું છે, જેના કારણે લોકો ભારે ગરમીથી પરેશાન જોવા મળ્યા છે.

હવામાન વિભાગના આંકડા મુજબ ડીસામાં 39.8 ડિગ્રી, નલિયામાં 39.4 ડિગ્રી, ડાંગમાં 39.0 ડિગ્રી, સુરતમાં અને ભાવનગરમાં 38.9 ડિગ્રી જ્યારે પોરબંદરમાં 38.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સતત વધતી ગરમીને કારણે બપોરના સમયમાં રસ્તાઓ પર અવરજવર ઓછી જોવા મળી રહી છે અને લોકોને ખાસ કરીને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો, ઠેકઠેકાણે પડ્યા અનેક રાજીનામા

Published on: Apr 13, 2026 10:59 AM
Follow Us