Breaking News : અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં સ્કૂલોમાં આવતીકાલે 24 જુલાઈ રજા જાહેર, જુઓ Video
ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે.ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં 24 જુલાઈએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રહેશે.
વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કૂલ, કોલેજ બંધ રહેશે. અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં સ્કૂલોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ, સ્વનિર્ભર સ્કૂલો, આંગણવાડીમાં રજા રહેશે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.નર્મદા અને દાહોદ જિલ્લામાં પણ સ્કૂલ, કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.
24 જુલાઈએ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ રહેશે
આવતીકાલે 24 જુલાઈએ તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ રહેશે. સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહીના પગલે ગાંધીનગરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.વીજળીના થાંભલાઓ અને વૃક્ષોથી દૂર રહેવા તંત્રની સૂચના
કોઈપણ કટોકટીમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાકલોનીક સર્ક્યુલેશન, શેયર ઝોન, મોંનસુન ટ્રફ 4 સિસ્ટમ સક્રિય છે. એક બાજુ આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ મહિસાગર અરવલ્લી સાબરકાંઠા ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે.