Rain Breaking News : ઉપલેટામાં ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિ, 4 ઇંચ વરસાદથી જળબંબાકાર, જુઓ Video

Rain Breaking News : ઉપલેટામાં ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિ, 4 ઇંચ વરસાદથી જળબંબાકાર, જુઓ Video

| Edited By: | Updated on: May 11, 2025 | 1:06 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં અચાનક ભારે કમોસમી વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્રણ દિવસથી ચાલુ રહેલા ધોધમાર વરસાદથી ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં અચાનક ભારે કમોસમી વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્રણ દિવસથી ચાલુ રહેલા ધોધમાર વરસાદથી ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. તલંગણા ગામમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે નદીના વધતા જળસ્તરથી અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.

કમોસમી વરસાદે વધારી ચિંતા

આ કમોસમી વરસાદથી ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે.તલ, બાજરી, અડદ અને જુવાર જેવા મુખ્ય ઉનાળુ પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાથી પાક બરબાદ થઈ રહ્યો છે. ખેડૂતો આ કુદરતી આપત્તિથી ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમના ચહેરા પર ચિંતા દેખાઈ રહી છે.

ઉપલેટા શહેરમાં પણ વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ પરિસ્થિતિને જોતાં સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ ભારે વરસાદ ચાલુ રહેતાં બચાવ કાર્યમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉભા પાકનો નાશ થવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પણ ગંભીર અસર પડવાની શક્યતા છે.