Breaking News: સુરતમાં DyCM હર્ષ સંઘવીએ ઓનલાઈન વસતી ગણતરીમાં નોંધાવ્યું નામ, લોકોને પણ કરી ખાસ અપીલ
સુરતમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓનલાઈન વસતી ગણતરી પ્રક્રિયામાં ભાગ લઈ પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ નોંધાવ્યું હતું. તેમણે ઓનલાઈન પોર્ટલ મારફતે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી અને રાજ્યના નાગરિકોને પણ ડિજિટલ માધ્યમથી વસતી ગણતરીમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી હતી.

પ્રક્રિયા ઝડપી અને સરળ બની શકે
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વસતી ગણતરી દેશ અને રાજ્યના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ માહિતીના આધારે સરકાર ભવિષ્યમાં નાગરિકોને વધુ સારી સુવિધાઓ, આયોજન અને વિકાસકાર્યો પૂરા પાડી શકે છે. તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું કે વધુમાં વધુ લોકો ઓનલાઈન પદ્ધતિ અપનાવે તો પ્રક્રિયા ઝડપી અને સરળ બની શકે છે.
OTP અથવા વ્યક્તિગત બેન્કિંગ માહિતી શેર ન કરવી
આ સાથે DyCMએ લોકોને સાવધાન રહેવાની પણ સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે વસતી ગણતરી દરમિયાન જો કોઈ અધિકારી ઘરે આવે તો કોઈપણ સંજોગોમાં OTP અથવા વ્યક્તિગત બેન્કિંગ માહિતી શેર ન કરવી. સરકાર તરફથી આવી કોઈ માહિતી માંગવામાં આવતી નથી.
તેમણે લોકોને સાયબર ઠગાઈથી બચવા જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. ઓનલાઈન વસતી ગણતરીમાં લોકોનો વધુ સહભાગ સરકારને ચોક્કસ ડેટા મેળવવામાં મદદરૂપ બનશે, જેનાથી ભવિષ્યમાં જનસુવિધાઓને વધુ અસરકારક બનાવી શકાશે.