Breaking News : જુનાગઢના જૂના અખાડાનાં નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ કરાઈ

| Edited By: | Updated on: Jun 03, 2026 | 12:51 PM

જુનાગઢના જૂના અખાડાનાં નવા અધ્યક્ષની નિયુક્તી કરાઈ છે. વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ આ નિયુક્તી કરવામાં આવી છે.નાશિક ખાતે જૂના અખાડાના સાધુ સંતોએ નિર્ણય લીધો છે.વિધી વિધાન સાથે ચાદર ઓઢાડીને નિયુક્તી કરવામાં આવી છે.

જુનાગઢના જૂના અખાડાનાં નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે,જુનાગઢ ભારતી આશ્રમનાં વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ નિયુક્તી કરવામાં આવી છે.ખાલી પડેલા પદ પર તેમના શિષ્ય હરિહરાનંદ ભારતી બાપુની નિમણૂક થઈ છે.નાશિક ખાતે જૂના અખાડાના સાધુ સંતો અને પદાધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

શાસ્ત્રોકત વિધી વિધાન સાથે ચાદર ઓઢાડીને હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરવામાં આવી છે.જૂનાગઢના ભારતી આશ્રમ અને સમગ્ર અખાડા પરિવારમાં ખુશી જોવા મળી હતી. અનેક સાધુએ હરિહરાનંદ ભારતી બાપુને શુભકામનાઓ પણ પાઠવી હતી.

 

 

Breaking News : જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us