Breaking News : અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું, અનેક પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ

| Edited By: | Updated on: Mar 18, 2026 | 6:54 PM

હવામાન વિભાગે, કરેલ આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રમા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે, કરેલ આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રમા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા છે. તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોમસી વરસાદ વરસ્યો છે.

અમરેલીમાં વાતાવરણ પલટાયું

અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણ પલટાયું. વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે.

જામનગર જિલ્લામાં પણ કરા સાથે થયું માવઠું

જામનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જામનગરના લાલપુર પંથકમાં કરા સાથે માવઠું થયુ છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ લાલપુર તાલુકાના અમુક ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે.
બપોર બાદ એકાએક પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઉદ્ભવ્યા હતા. બબરજર, અપીયા સહિતના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. હજુ આવતીકાલે પણ છે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમુક ગામડાઓમાં હજુ ચણા અને ઘઉંનો પાક ખેતરોમાં ઊભો છે, ઉભા પાકમાં નુકસાનીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Breaking news: આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો, 20 માર્ચ સુધી કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાવાની આગાહી, જુઓ વીડિયો

Published on: Mar 18, 2026 06:37 PM
Follow Us