Breaking News : ગુજરાત હાઈકોર્ટ સહિત અમરેલી કોર્ટ અને દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

| Edited By: | Updated on: Mar 09, 2026 | 2:01 PM

ગુજરાત હાઈકોર્ટ સહિત અમરેલી કોર્ટ અને દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં કોર્ટ પરિસર ખાલી કરવામાં આવ્યું છે.

અમરેલી કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે બૉમ્બ સ્કોડ ડોગ સ્કોડ ની ટીમો ઘટના સ્થળે પોહચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. હાલમાં અમરેલી કોર્ટની તમામ કાર્યવાહી બંધ કરી કોર્ટ ખાલી કરાવામાં આવી છે. ધમકી મળતા જ થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી.અમરેલી કોર્ટ બાદ દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.ડિસ્ટ્રીક્ટ જજના એડમિન વિભાગમાં મેઈલ આવ્યો હતો. જેના કારણે તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરવામાં આવ્યું હતુ. દાહોદ પોલીસની અલગ અલગ ટીમો કોર્ટ ઉપર પહોંચી ગઈ છે. કોર્ટ બિલ્ડિંગમા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈ મેઈલ મારફતે મળી હતી.હાઇકોર્ટ પરિસરમાં ,BDDS ટીમ SOG ક્રાઇમ અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.નવરંગપુરા વિસ્તારમાં આવેલ ગ્રામ્ય કોર્ટ ને ફરી બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી હતી.ઈ મેઈલ મારફતે બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસે ,BDDS અને ડોગ સ્કોર્ડ ટીમે તપાસ શરૂ કરી હતી,ધમકી ઈ મેઈલ આવતા જ કોર્ટ ખાલી કરવામાં આવી છે.પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

 

બૉમ્બ સ્કોડ ડોગ સ્કોડ ની ટીમો ઘટના સ્થળે

ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીએ છેલ્લા કેટલાક સમયથી મળતી રહે છે ત્યારે આજે અમરેલી કોર્ટ અને દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તમને જણાવી દઈએ કે થોડા સમયે પહેલા 5 માર્ચના રોજ વડોદરા જિલ્લા અને કચ્છ ભૂજની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મળતા સમગ્ર જીલ્લામાં અરાજકતા ફેલાઈ છે.

 

 ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.  અહી ક્લિક કરો