Breaking News: અંબાલાલ પટેલનું ગરમીનું એલર્ટ: આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે, અમદાવાદ-ગાંધીનગરમાં હીટવેવ મચાવશે કહેર!

| Edited By: | Updated on: May 09, 2026 | 9:28 PM

રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં આજથી યેલો અને આવતીકાલથી સતત 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પારો 45 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે.

ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પારો આક્રમક રીતે વધી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નોર્થ ઈસ્ટ રાજસ્થાનમાં સક્રિય થયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ અને પવનની દિશા બદલાવાને કારણે રાજ્યમાં આગામી 6 દિવસ હીટવેવની સ્થિતિ રહેશે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો ભારે કહેર જોવા મળશે. અમદાવાદમાં આવતીકાલથી સતત 6 દિવસ માટે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

તાપમાનમાં સતત વધારો

હાલમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 43 ડિગ્રી પર પહોંચ્યો છે. આગામી દિવસોમાં સરેરાશ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ગરમીના આ વધતા પ્રકોપ વચ્ચે માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ વન્યજીવોને બચાવવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને હાઈડ્રેટેડ રહેવાની સલાહ આપવામાં આવી છે.

 

Breaking News: ચીનનો શરમજનક વીડિયો: ફેક્ટરીમાં કામદારોની હાલત જોઈ તમે પણ હચમચી જશો, પોલ ખોલતા વીડિયોએ સૌને ચોંકાવ્યા!-જુઓ Video

Published on: May 09, 2026 09:27 PM
Follow Us