Breaking News: ગીર સોમનાથના વેરાવળમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ, ખેડૂતો અને સ્થાનિકો બેહાલ

| Edited By: | Updated on: Apr 03, 2026 | 10:57 AM

ગીર સોમનાથના વેરાવળમાં બે કલાકમાં એક ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે આ કમોસમી માવઠાએ ખેડૂતો અને સ્થાનિકો બેહાલ કરી દીધા છે. ખેતરોમાં વાવેલા પાકો અને શાકભાજીનો નુકસાન થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથના વેરાવળમાં બે કલાકમાં એક ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસી ગયું, સાથે વીજળીના કડાકા અને ગાજવીજનો પણ ભડાકો જોવા મળ્યો. ભારે વરસાદને પગલે વેરાવળનું વાતાવરણ બેહાલ બની ગયું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

ડાભોર, તાતીવેલા, ચમોડા, ડારી સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારે શાકભાજીની હરાજી માટે બહાર નીકળેલા ખેડૂતોનો સંકટ વધુ વધી ગયો છે. ખાસ કરીને ધોધમાર વરસાદને કારણે શાકભાજી પાણીમાં ગરક થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

ખેતરોમાં વાવેલા બાજરી, તલ, લસણ, ડુંગળી અને મગ જેવા પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે. વેરાવળમાં પરોઢે વાતાવરણમાં એકાએક પલટો આવતા, સતત 20 મિનિટ સુધી ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવવાથી લોકોએ મુશ્કેલી અનુભવી હતી. શાકભાજીની હરાજીમાં જતા ખેડૂતોની હાલત કફોડી બની, જ્યારે સટ્ટાબજાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નાના વરસાદમાં જ જાણે ચોમાસું જામ્યું હોય તેમ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ રોષનો માહોલ પણ જોવા મળ્યો.

આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં કમોસમી વરસાદ અને તીવ્ર પવનની શક્યતા, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

 

Published on: Apr 03, 2026 10:45 AM
Follow Us