Breaking News : સાયબર ફ્રોડ કરતી ગેંગે 210 કરોડની છેતરપિંડી કર્યાનો થયો ખુલાસો

ગાંધીનગર વડોદરાની સાયબર ફ્રોડ કરતી ગેંગને સાયબર સેલે ઝડપી પાડી હતી. કુલ રૂપિયા 210 કરોડની રકમની છેતરપિંડી થયાનો ખુલાસો થયો છે.કુલ 7 આરોપીની ધરપકડ કરી છે.

| Edited By: | Updated on: Apr 19, 2026 | 11:39 AM

વડોદરાની સાયબર ફ્રોડ કરતી ગેંગ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ ટોળકીને સાયબર સેલે ઝડપી છે.વડોદરા સાયબર ફ્રોડ મામલે ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી છે. સાયબર ગુનાને અંજામ આપતી વડોદરાની બે ગેંગની સંડોવણી સામે આવી તેમાં તપાસ શરૂ કરી હતી. જે ગુનેગારો ઝડપાયા છે, તેમની પાસેથી 9 પાસ બુક, 39 ડેબિટ કાર્ડ, 12 ચેક બુક સહિતની મત્તા મળી આવી છે.273 ગુનામાં સાયબરની રકમ હેરફેર કરતા હોવાનો ખુલાસો થયો છે. કુલ રૂપિયા 210 કરોડની રકમની છેતરપિંડી થયાનો ખુલાસો થયો છે.કુલ 7 આરોપીની ધરપકડ કરી છે.

10 ક્યુઆર કોડ મળી આવ્યા

એસી સાયબર સેન્ટર એક્સેલન્સના ડો. રાજદીપ સિંહ ઝાલાએ કહ્યું કે, 2 ગેંગ પર કામગીરી કરવામાં આવી હતી. એક ગેંગનો સભ્ય અબ્દુલ કબીર,મોહમ્મદ ઈલયાસ પઠાણ આ બંન્ને ગેંગ વડોરાથી ઓપરેટ કરતી હતી. અન્ય આરોપીઓ વિવેક વણજારા, મયંક ભૈરવા,રોહિત વર્મા, મોહિત રાવલ અને દિપેશ રાજપુરોહિત આ તમામની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી અલગ અલગ 9 પાસબુક, ડેબિટ કાર્ડ, ચેક બુક અને 10 ક્યુઆર કોડ મળી આવી હતી.સાયબર સેલે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.મુખ્ય આરોપીની શોધખોળ કરવાની તજવીજ ચાલુ છે.

 

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. અહી ક્લિક કરો

Follow Us