Breaking News : વિરોધ પક્ષે જ ભાજપનો વિરોધ કરવા માટે કરી હતી તૈયારી, હેમાલી બોઘાવાલાનો આરોપ

સુરત શહેરમાં રાંદેર ગોરાટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બબાલનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.વિરોધ મામલે પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નિવેદન સામે આવ્યું હતુ. વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું.

| Edited By: | Updated on: Apr 22, 2026 | 1:49 PM

સુરતમાં ભાજપના જ ગઢમાં ગાબડાની સ્થિતિ છે. પરંતુ, તેનાથી પણ વધારે ચિંતાજનક તે દ્રશ્યો છે જે CCTVમાં કેદ થયા છે. મહિલા અનામતની માગ કરતા… અને મહિલા સુરક્ષાના દાવા કરતા ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા મહિલાને ધક્કો મારવાની ઘટનાCCTVમાં કેદ થઈ ગઈ છે. સુરતના વોર્ડ નં-11, ગોરાટ ખાતેથી સામે આવેલા આ દ્રશ્યો અનેક સવાલ ઊભા કરી રહ્યા છે. આ વિરોધ મામલે પૂર્વ મેયર હેમાલી બોધાવાલાનું પણ નિવેદન સામે આવ્યું છે.

પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નિવેદન

સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો સુરતમાં ગોરાટમાં અશાંતધારાની ફરિયાદ મુખ્ય મુદ્દો છે. ભાજપ તે તરફ ધ્યાન ન દેતું હોવાના આક્ષેપો સાથે આ વખતે તરુણ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ઉતર્યા છે. સ્થાનિકોએ પહેલેથી જ સોસાયટી બહાર બેનર લગાવી દીધાં હતા કે, ભાજપે અહીં પ્રચાર માટે આવવું નહીં. તેમ છતાં ભાજપના ઉમેદવાર અને ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતા ટેકેદારો, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા સાથે પ્રચાર માટે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક મહિલાઓએ તેમને રોકતા વિવાદ વકર્યો હતો.

ગોરાડમાં મહિલાઓ આકરાપાણીએ

સામે આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, હર્ષ મહેતાના ટેકેદારો બળજબરીથી સોસાયટીમાં ઘૂસ્યા હતા. એટલું જ નહીં એક મહિલાને ધક્કો મારતા તે દિવાલ સાથે જઈને અથડાઈ હતી. જો કે સમગ્ર મામલે પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાએ મહિલાઓને ધક્કો મારવાની વાતમાં નનૈયો ભણ્યો છે. તેમનો આરોપ છે કે વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું અને જાણી જોઈને મહિલાઓને આગળ કરવામાં આવી છે અને ઉગ્ર બોલાચાલી કરવામાં આવી.હકીકત શું છે તેની સાબિતી દ્રશ્યો જ આપી રહ્યા છે. છતાંભાજપ સ્વીકારવા તૈયાર નથી. તો બીજી તરફ આ ઘટના બાદ ગોરાડમાં મહિલાઓ વધુ આકરાપાણીએ છે.

 

ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. અહી ક્લિક કરો

Follow Us