Breaking News : ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના મહિલા કોન્સ્ટેબલ સહિત 5ના મોત

| Edited By: | Updated on: Jan 17, 2026 | 1:32 PM

 પંજાબમાં ગાઢ ધુમ્મસના કારણે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગુજરાતના બનાસકાંઠાની કારને નડ્યો છે. જેમાં પાંચ ગુજરાતીના મોત થયા છે. ધુમ્મસના કારણે દૃશ્યતા અત્યંત ઓછી હોવાથી આ કાર અકસ્માતગ્રસ્ત બની હતી, જેમાં કારમાં સવાર પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.

 પંજાબમાં ગાઢ ધુમ્મસના કારણે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગુજરાતના બનાસકાંઠાની કારને નડ્યો છે. જેમાં પાંચ ગુજરાતીના મોત થયા છે. ધુમ્મસના કારણે દૃશ્યતા અત્યંત ઓછી હોવાથી આ કાર અકસ્માતગ્રસ્ત બની હતી, જેમાં કારમાં સવાર પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. આ સમાચારથી બનાસકાંઠા જિલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

મૃતક મહિલા કોન્સ્ટેબલ અંબાજીમાં ફરજ બજાવતા હતા

શિયાળામાં સવારના સમયે ધુમ્મસની સમસ્યા ખૂબ સામાન્ય હોય છે. જો કે આ ધુમ્મસ બનાસકાંઠાના લોકો માટે કાળ બની ગયો. ધુમ્મસના કારણે ગુજરાતની એક કારને અકસ્માત નડ્યો, જેમાં 5 ગુજરાતીના મોત થયા છે. મૃતકોમાં બનાસકાંઠાની એક મહિલા કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, મૃતક મહિલા કોન્સ્ટેબલ અમિતાબેન, જે અંબાજી ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતી હતી, તે દિયોદર તાલુકાની રહેવાસી હતી.

શિમલાથી પરત ફરી રહ્યા હતા તમામ

તેઓ રજા દરમિયાન શિમલા ફરવા માટે ગયા હતા. શિમલાથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો, દુર્ઘટનાની જાણ થતા પરિવાર અને પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માતમાં મૃત અન્ય ચાર વ્યક્તિઓની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલના પરિવારજનો પંજાબ મૃતદેહને લેવા માટે પહોંચ્યા છે.

સ્થાનિક પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ અને જરૂરી કાર્યવાહી કરી રહી છે. ધુમ્મસના કારણે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ અકસ્માતે ફરી એકવાર સાવચેત રહેવાની જરૂરિયાત ઉભી કરી છે.

વીથ ઇનપુટ-અતુલ ત્રિવેદી 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો