Devbhumi Dwarka : પૈસા આપો અને દર્શન કરો… ’13 જણના 13 હજાર એડવાન્સ લીધેલા છે’, દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનનો કથિત ઓડિયો વાયરલ

Devbhumi Dwarka : પૈસા આપો અને દર્શન કરો… ’13 જણના 13 હજાર એડવાન્સ લીધેલા છે’, દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનનો કથિત ઓડિયો વાયરલ

| Edited By: | Updated on: Nov 22, 2026 | 7:54 PM

દ્વારકાના જગત મંદિરમાં VIP દર્શન કરાવવાના નામે ભક્તો પાસેથી વ્યક્તિ દીઠ ₹1,000 લેવાતા હોવાની કથિત ઓડિયોક્લિપ વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. સ્થાનિક અને પંડિત વચ્ચેની આ વાતચીત બાદ મંદિર તંત્ર દ્વારા તટસ્થ તપાસની માંગ ઉઠી છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં VIP દર્શન કરાવવાના નામે ભક્તો પાસેથી નાણાં વસૂલવામાં આવતા હોવાની એક કથિત ઓડિયોક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.

એક સ્થાનિક વ્યક્તિ અને તીર્થ પુરોહિત પંડિત વચ્ચેની આ કથિત વાતચીતમાં VIP દર્શન માટે વ્યક્તિ દીઠ ₹1,000 લેવાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ઓડિયોમાં ત્રણ વ્યક્તિઓને દર્શન કરાવવા માટે કુલ ₹2,100 ની માંગણી કરવામાં આવી હોવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ સંભળાઈ રહ્યો છે.

આ કથિત ઓડિયો સામે આવ્યા બાદ યાત્રાધામમાં દર્શનના નામે રૂપિયાનો ખેલ કોણ ચલાવે છે અને સામાન્ય ભક્તો સાથે ભેદભાવ કેમ, તેવા ગંભીર સવાલો ઉભા થયા છે. યાત્રાધામની પવિત્રતા જળવાઈ રહે તે માટે મંદિર વ્યવસ્થાપન અને વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ભક્તોમાં પ્રબળ માંગ ઉઠી છે.

ગરુડ પુરાણ: જીભની એક ભૂલ અને વડીલોનું અપમાન! જાણો આ 4 ખરાબ આદતો કેમ મનાય છે મહાપાપ

Follow Us
Loading...
Unable to load recommendations.