Breaking News : પવનની દિશા બદલાતાં રાજ્યમાં ઠંડી-ગરમીનો ડબલ પ્રહાર, 3 દિવસમાં તાપમાન વધશે પછી ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે

| Edited By: | Updated on: Jan 29, 2026 | 11:58 AM

રાજ્યમાં આગામી દિવસોમાં લોકોને બેવડી ઋતુનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉતર-પૂર્વ દિશાના પવન ફૂંકાવાને કારણે રાજ્યમાં ઠંડી અને ગરમી બંનેનો અહેસાસ થશે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે દિવસ દરમિયાન ગરમી અને સવાર-સાંજ ઠંડી અનુભવાશે, જેને કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસમાં રાજ્યના તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જેમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઘટાડાને કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વિવિધ જિલ્લાઓમાં કડકડતી ઠંડી નોંધાઈ છે. કચ્છનું નલિયા 7 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. રાજકોટમાં લઘુત્તમ તાપમાન ઘટીને 10.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ભુજમાં 11.2 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી અને દીવમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

મહાનગરોમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી નોંધાયું છે. સુરતમાં 14.6 ડિગ્રી, વેરાવળમાં 14.7 ડિગ્રી અને ભાવનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોમાં ઠંડીની અનુભૂતિ થઈ રહી છે. હવામાન વિભાગે લોકોને તાપમાનમાં આવનારા ફેરફારને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં હવામાનમાં વધુ બદલાવ જોવા મળી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો