Breaking News: મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ, ડૉક્ટરની ધરપકડ
IIMની એક વિદ્યાર્થિનીએ ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે, મેડિકલ તપાસ દરમિયાન ડૉક્ટરે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ડૉ. વ્રજ પટેલ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી ગેસ્ટ્રો એન્ડ લિવર હોસ્પિટલના ડૉક્ટર સામે IIMની એક વિદ્યાર્થિનીએ ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે, મેડિકલ તપાસ દરમિયાન ડૉક્ટરે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ડૉ. વ્રજ પટેલ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
ડૉક્ટરે યુવતી સાથે કર્યું અયોગ્ય વર્તન
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિની તબિયત સંબંધિત તપાસ માટે હોસ્પિટલમાં ગઈ હતી. આ દરમિયાન મેડિકલ તપાસ કરતી વખતે ડૉક્ટરે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, દર્દીની સંમતિ વિના અયોગ્ય રીતે શારીરિક તપાસ કરવામાં આવી હોવાનો પણ આરોપ છે.
છેડતી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો
ઘટના બાદ વિદ્યાર્થિનીએ સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ડૉક્ટર સામે છેડતી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે ડૉ. વ્રજ પટેલની ધરપકડ કરી હતી.
ડોક્ટર જેલ ભેગો!
પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને ઘટનાની હકીકત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હોસ્પિટલમાં બનેલી ઘટનાની વિગતો તેમજ સંબંધિત પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. ધરપકડ બાદ ડૉ. વ્રજ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને આરોપોની પુષ્ટિ થઈ શકશે.
