AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના વધુ સ્થાનિક ઉત્પાદનોને મળશે GI Tag, ODOP હેઠળ રાજ્ય સરકારની મોટી તૈયારી

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી સમક્ષ સોમવારે ODOP યોજનાના અમલીકરણ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ODOP હેઠળના વધુમાં વધુ ઉત્પાદનોને GI Tag અપાવવા માટે પ્રક્રિયા ઝડપી બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સ્થાનિક ઉત્પાદનોને મળશે GI Tag, ODOP હેઠળ રાજ્ય સરકારની મોટી તૈયારી
gi tag
| Updated on: Oct 06, 2026 | 12:53 PM
Share

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઉત્પાદિત થતી વિશિષ્ટ વસ્તુઓને વૈશ્વિક ઓળખ અપાવવા માટે રાજ્ય સરકારે One District One Product (ODOP) યોજના હેઠળ વધુ ઉત્પાદનોને Geographical Indication (GI) Tag અપાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી દરેક માટે એક મુખ્ય ઉત્પાદનની ઓળખ કરવામાં આવી છે. હવે આ ઉત્પાદનોમાંથી વધુને GI રજિસ્ટ્રેશન અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી સમક્ષ સોમવારે ODOP યોજનાના અમલીકરણ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ODOP હેઠળના વધુમાં વધુ ઉત્પાદનોને GI Tag અપાવવા માટે પ્રક્રિયા ઝડપી બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. GI Tag મળવાથી સ્થાનિક ઉત્પાદનોને અલગ બ્રાન્ડ ઓળખ મળશે અને દેશ-વિદેશના બજારોમાં તેમની પહોંચ વધારવામાં મદદ મળશે.

કયા જિલ્લામાં કયું ઉત્પાદન?

ODOP હેઠળ અમદાવાદ માટે ગારમેન્ટ અને એપેરલ, અમરેલી અને જૂનાગઢ માટે મગફળી આધારિત ઉત્પાદનો, આણંદ અને મહેસાણા માટે દૂધ આધારિત ઉત્પાદનો, ગીર સોમનાથ માટે કેસર કેરી, નવસારી માટે આલ્ફોન્સો કેરી અને કચ્છ માટે હસ્તકલા ઉત્પાદનોની ઓળખ કરવામાં આવી છે. સુરત માટે જેમ્સ અને જ્વેલરી તથા રાજકોટ માટે મશીનરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બનાસકાંઠાના ગ્રેનાઈટ અને માર્બલ બ્લોક્સ, ભરૂચના કેમિકલ્સ, ભાવનગરની ડિહાઇડ્રેટેડ ડુંગળી, સાબરકાંઠા અને મોરબીની સિરામિક ટાઇલ્સ, નર્મદાના કેળા, વડોદરાના ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ ઉત્પાદનો અને વલસાડના કેમિકલ ઉત્પાદનો પણ ODOP યાદીમાં સામેલ છે.

ગુજરાતના 27 ઉત્પાદનોને પહેલેથી GI Tag

ગુજરાતના 27 ઉત્પાદનોને અત્યાર સુધીમાં GI રજિસ્ટ્રેશન મળી ચૂક્યું છે. તેમાં સંખેડા ફર્નિચર, ખંભાતના અકીક, કચ્છી ભરતકામ, કચ્છ રોગન ક્રાફ્ટ, કચ્છ બાંધણી, અમદાવાદનું સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ, સુરતની ઝરી ક્રાફ્ટ, ગીર કેસર કેરી, કચ્છી ખારેક, અંબાજી વ્હાઇટ માર્બલ, પેથાપુર બ્લોક મેકિંગ, પીઠોરા અને વારલી પેઇન્ટિંગ, પાટણ પટોળા, રાજકોટ પટોળા અને સુરતી સાદેલી ક્રાફ્ટ સહિતના ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

સરકાર હવે પેકેજિંગ, ગુણવત્તા પ્રમાણપત્ર અને નિકાસ માટેની તૈયારીઓ પર પણ ભાર મૂકશે. સાથે જ ODOP ઉત્પાદકોને દેશ-વિદેશના ખરીદદારો સાથે જોડવા માટે Buyer-Seller Meet અને B2B ઇન્ટરેક્શન યોજવાની યોજના છે. આ માટે ઉત્પાદનો, ઉત્પાદકો, ખેડૂતો, કારીગરો, બજારો, સરકારી યોજનાઓ અને નિકાસની તકોની માહિતી આપતું એક dedicated ODOP portal બનાવવાની દરખાસ્ત પણ છે.

Breaking News : આધાર કાર્ડમાં હવે નામ સુધારાને લઈને બદલાયો નિયમ, હવે આ ડોક્યુમેન્ટ્સ વગર નહીં થાય આગળ કામ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
g clip-path="url(#clip0_868_265)">