Breaking News : ગીરસોમનાથના તાલાલાના મારામારી કેસમાં દેવાયત ખવડની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 17, 2025 | 12:47 PM

ગીરસોમનાથના તાલાલામાં થયેલી મારામારીના કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગીર સોમનાથમાં LCBએ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ડાયરા કલાકાર દેવાયત ખવડને વતન દુધઈ ગામેથી ધરપકડ કરવામાં આવી છે.

ગીરસોમનાથના તાલાલામાં થયેલી મારામારીના કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગીર સોમનાથમાં LCBએ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ડાયરા કલાકાર દેવાયત ખવડને વતન દુધઈ ગામેથી ધરપકડ કરવામાં આવી છે. દેવાયતને ગીર-સોમનાથ લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાનો દેવાયત ખવડ પર આરોપ લગાવવામાં આવ્યો છે.

દેવાયત ખવડની કરાઈ ધરપકડ

ગુજરાતમાં જાણીતા એવા ડાયરા કલાકાર દેવાયત ખવડ અવારનવાર વિવાદમાં ઘેરાયેલા રહેતા હોય છે. ત્યારે LCBએ મારામારીના કેસમાં દેવાયત ખવડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર અમદાવાદના ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાનો ડાયરા કલાકાર પર આક્ષેપ કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો