Breaking News : રાજકોટમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના 5 કેસ નોંધાતા મનપા એક્શનમાં, જુઓ Video
ગુજરાતમાં સવારે અને સાંજે ઠંડીનો ચમકારો જોવા મળે છે જ્યારે બપોરે ગરમીનો પણ અહેસાસ થાય છે. રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે વિવિધ બીમારીઓના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિયા દરમિયાન રાજકોટમાં ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ટાઈફોડ અને શરદી-ઉધરસના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે.

રાજકોટમાં વકર્યો રોગચાળો
ઉલ્લેખનીય છે કે રોગચાળાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુના કેસને લઈને જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજકોટના વિવિધ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
1000 ઘરમાં કરાયું ફોગિંગ
જો કે રાજકોટ મનપા દ્વારા અત્યાર સુધીમાં 1009 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ રહે તેવી જગ્યાઓ દૂર કરવા અને મચ્છરોથી બચવા માટે જરુરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. મિશ્ર ઋતુમાં વાયરલ બીમારીઓ અને મચ્છરજન્ય રોગોનું જોખમ વધી શકે છે. તેથી નાગરિકોએ તાવ, શરદી, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સમયસર તબીબી સલાહ લેવી અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
આ પણ વાંચો : Breaking News : અમદાવાદમાં ડ્રગ્સ મામલે પોલીસનું મેગા ઓપરેશન, 3 આરોપીઓની ધરપકડ,જુઓ Video