Breaking News : દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ, અમદાવાદ કસ્ટમ વિભાગને મળી મોટી સફળતા, જુઓ Video

| Edited By: | Updated on: Feb 09, 2026 | 1:56 PM

અમદાવાદ ખાતે કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે દુબઈથી સોનાની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. દુબઈથી અમદાવાદ આવેલા એક શંકાસ્પદ મુસાફરની તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓને અનોખી રીતથી સોનું છુપાવાયું હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં ખુલ્યું કે આરોપીએ પોતાના ખિસ્સામાં સોનાની 3 લગડી છુપાવી હતી

અમદાવાદ ખાતે કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે દુબઈથી સોનાની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. દુબઈથી અમદાવાદ આવેલા એક શંકાસ્પદ મુસાફરની તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓને અનોખી રીતથી સોનું છુપાવાયું હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં ખુલ્યું કે આરોપીએ પોતાના ખિસ્સામાં સોનાની 3 લગડી છુપાવી હતી, જ્યારે અંડરવેરમાં પેસ્ટ સ્વરૂપે સોનું સંતાડ્યું હતું.

કસ્ટમ વિભાગની ટીમે મુસાફરની તલાશી લેતા આ ભેજાબાજી સામે આવી, જેને જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જપ્ત કરાયેલ સોનાનું કુલ વજન 601.940 ગ્રામ છે, જેની બજાર કિંમત અંદાજે ₹96 લાખથી વધુ થાય છે. કસ્ટમ વિભાગે તાત્કાલિક સોનું જપ્ત કરી આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

દુબઈથી થતી સોનાની હેરાફેરી પર રોક લગાવવા માટે કસ્ટમ વિભાગે પોતાની તપાસ અને દેખરેખ વધુ કડક બનાવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે હેરાફેરી રોકવા કસ્ટમ વિભાગ સતત સતર્ક છે અને નવા-નવા પેંતરાં સામે પણ કડક કાર્યવાહી કરવા તૈયાર છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો