Breaking News: ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ, ચૂંટણી જંગ બન્યો રસપ્રદ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 14, 2026 | 3:10 PM

વૈશાલી દેવી માત્ર રાજકીય ઉમેદવાર જ નહીં, પરંતુ ચોટીલા અને મોરબી-ચોટીલા પંથકમાં એક જાણીતા સમાજસેવક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ વર્ષોથી કિન્નર સમાજના હિત માટે અને અન્ય સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા છે. તેમના મેદાનમાં ઉતરવાથી વોર્ડ નંબર-2ની ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નગરપાલિકાની ચૂંટણી આ વખતે ખાસ ચર્ચામાં આવી છે. તેનું મુખ્ય કારણ છે કોંગ્રેસ દ્વારા કિન્નર સમાજના પ્રતિનિધિને મેદાનમાં ઉતારવાનો અનોખો નિર્ણય. કોંગ્રેસે વોર્ડ નંબર-2માંથી કિન્નર સમાજના ગાદીપતિ વૈશાલી દેવીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

અન્ય સામાજિક કાર્યોમાં સક્રિય

વૈશાલી દેવી માત્ર રાજકીય ઉમેદવાર જ નહીં, પરંતુ ચોટીલા અને મોરબી-ચોટીલા પંથકમાં એક જાણીતા સમાજસેવક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ વર્ષોથી કિન્નર સમાજના હિત માટે અને અન્ય સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા છે. તેમના મેદાનમાં ઉતરવાથી વોર્ડ નંબર-2ની ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ છે.

શું ચૂંટણીમાં જનતા તેમનો આશીર્વાદ મતના રૂપમાં આપશે?

કોંગ્રેસના આ નિર્ણયને સમાનતા અને સર્વસમાવેશી રાજનીતિના સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. કિન્નર સમુદાયને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ આ નિર્ણય દ્વારા સ્પષ્ટ થાય છે. સામાન્ય રીતે લોકો કિન્નર સમાજ પાસેથી આશીર્વાદ લેતા હોય છે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે શું ચૂંટણીમાં જનતા તેમનો આશીર્વાદ મતના રૂપમાં આપશે?

આવતા દિવસોમાં ચોટીલા નગરપાલિકાનો આ જંગ વધુ જામશે અને વૈશાલી દેવીની ઉમેદવારી કેટલો પ્રભાવ પેદા કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

મહેસાણામાં ભાજપે બંગડીઓ વેચતી મહિલાને આપી ટિકિટ, પતિ 15 વર્ષથી કાર્યકર, જુઓ-Video

Follow Us