Breaking News : વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિ ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો, જુઓ વીડિયો
વડોદરા કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત લેવા આવતા કોંગ્રેસ આગેવાનોએ હોબાળો મચાવ્યો છે.ઉમેદવારને ડરાવી ધમકાવ્યા હોવાના કારણે આ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી રહ્યા છે,કનુ પ્રજાપતિ એ પણ પોતાના મરજી થી ફોર્મ પરત લેવા પહોંચ્યા હોવાની વિગતો સામે આવી રહી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે.15 એપ્રિલ એટલે કે, આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે એકબાજુ કોંગ્રેસ દ્વારા વિરોધી પાર્ટી ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા માટેનું દબાણ લાવવામાં આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો છે.ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચાવતા હોવાનો નેતાનો આક્ષેપ છે. છેલ્લા દિવસે કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા હોબાળો મચ્યો છે.
કોંગ્રેસના આગેવાનોએ હોબાળો મચાવ્યો
કનુ પ્રજાપતિ પોતાની મરજીથી ફોર્મ પરત ખેચવા માટે પહોંચ્યા છે.મામલતદાર કચેરીએ કોંગ્રેસના આગેવાનોએ હોબાળો મચાવ્યો હતો. ઉમેદવારને ખરીદી કે ધમકાવી મજબૂર કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.રાજકીય ગરમાવો વધતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ઉમેદવારને ખરીદી અને ધમકાવીને લોકોએ ફોર્મ પરત લેવા માટે મજબૂર કર્યા હોવાનો પણ દાવો છે.કનુ પ્રજાપતિના કારની પણ તોડફોડ કરવામાં આવી રહી છે.
વડોદરામાં ઉમેદવાર તોડ જોડની નીતિ જોવા મળી રહી છે. શહેરના વોર્ડ 11 ના કોંગ્રેસ ઉમેદવાર ગઈકાલથી સંપર્ક વિહોણા થયા હતા.ત્યારે પાર્ટીને શહેર પ્રમુખે પણ ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તેવી ભીતિ હતી.ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને કોંગ્રેસ વિરોધી કર્યા હોવાનું કોંગ્રેસી નેતાઓનું અનુમાન છે.