Breaking News : જીવના જોખમે મુસાફરી, છોટાઉદેપુરો 15 કિમીનો રસ્તો કે મોતનો માર્ગ ? જુઓ Video

| Edited By: | Updated on: Aug 04, 2026 | 2:28 PM

છોટાઉદેપુર જિલ્લાનો કવાંટ અને મધ્યપ્રદેશને જોડતો 15 કોમીનો માર્ગ હવે એટલો તો બિસ્માર બન્યો છે. લોકો તેની પર પસાર થવા માટે લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે તેવી સ્થિતિ છે

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલો નવલાજા–રેનઘા માર્ગ છેલ્લા પાંચ વર્ષથી નવીનીકરણની રાહ જોઈ રહ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સાથે જોડતો અંદાજે 15 કિલોમીટર લાંબો મહત્વનો માર્ગ આજે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર ઠેરઠેર પડેલા અસંખ્ય ખાડાઓને કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અગણિત એટલા ખાડા છે જે ગણી પણ ન શકાય છતાં એક માર્ગ પર પસાર લોકો થઈ રહ્યા છે

ચોમાસામાં સ્થિતિ વધુ વિકટ બની છે. ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખાડો કેટલો ઊંડો છે. તેની પણ વાહનચાલકોને જાણ રહેતી નથી. પરિણામે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. અગાઉ પણ આ માર્ગ પર અકસ્માતના બનાવો બની ચૂક્યા છે. ખાસ કરીને બાઈકચાલકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

દર્દી ને કવાંટ પહોંચવામાં કલાકો લાગે

આંતરરાજ્યને જોડતા આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ખાનગી વાહનો, ટ્રકો, પસાર થઈ રહ્યા છે. પરંતુ સરકારી એસટી બસો હવે બંધ થવાની કગાર પર આવી ગયું છે. કવાંટ તાલુકાના ગોઝારીયા ગામે આવેલ મોડેલ શાળા આવેલ છે. જ્યાં અસંખ્ય વિધાર્થી ઓ શિક્ષણ માટે આવે છે પણ એ વિધાર્થી ઓ માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે. બાળકો ને કવાંટ થી પાંચ કિમી દૂર આવેલા નવલજા ગામ સુધી બસ લઈ જાય છે. જ્યાં બાળકો ને ઉતારી દેવામાં આવે છે અને બાળકો ને રેણધા ગામ સુધી સાત કિમી સુધી ચાલતા જવું પડે છે.108 એમ્બ્યુલન્સમાં દર્દી ને કવાંટ પહોંચવામાં કલાકો લાગે છે.

સ્થાનિકો અને વાહનચાલકો લાંબા સમયથી માર્ગના તાત્કાલિક સમારકામ અને નવીનીકરણની માંગ કરી રહ્યા છે. સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કે જો જલ્દી નિકાલ નહીં આવે તો તેમને રોડ પર આવી આંદોલન કરવાની ફરજ પડશે. હાલ તો બિસ્માર માર્ગ ને લઈ રાહદારી ઓ માટે વિકટ સમસ્યા ઉભી થયા છે. આ માર્ગ વર્ષો થી બનતો નથી .અધિકારી ઓ રાહદારી ઓની પડતી હાલકી થી જાણે બેધ્યાન છે. શું કોઈ મોટા અકસ્માત માં કોઈ ના જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે.

 

સુરતને હવે ખાડીપૂરથી મળશે રાહત! ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.