Breaking News : વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, મહિલાના ગળામાંથી ચેન છીનવી સ્નેચરો ફરાર

Breaking News : વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, મહિલાના ગળામાંથી ચેન છીનવી સ્નેચરો ફરાર

| Edited By: | Updated on: Sep 27, 2026 | 1:15 PM

મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક શખ્સે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ તક મળતાં જ શખ્સે મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી હતી. ઘટનામાં તેનો અન્ય એક સાગરિત બાઈક લઈને નજીકમાં ઉભો રહ્યો હોવાનું CCTVમાં દેખાઈ રહ્યું છે

વડોદરા શહેરમાં ચેન સ્નેચિંગની ઘટનાથી ચકચાર મચી છે. આટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃંદાવન સોસાયટી પાસે જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. રસ્તા પર જઈ રહેલી એક આધેડ મહિલાના ગળામાંથી ચેન ખેંચીને બે શખ્સો બાઈક પર ફરાર થઈ ગયા હતા.

વડોદરામાં ફરી ચેન સ્નેચિંગની ઘટના

મળતી માહિતી મુજબ, મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક શખ્સે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ તક મળતાં જ શખ્સે મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી હતી. ઘટનામાં તેનો અન્ય એક સાગરિત બાઈક લઈને નજીકમાં ઉભો રહ્યો હોવાનું CCTVમાં દેખાઈ રહ્યું છે. ચેન ખેંચ્યા બાદ બંને શખ્સો બાઈક પર બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના CCTVમાં કેદ

ચેન સ્નેચિંગની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. CCTV દ્રશ્યોમાં શખ્સ મહિલા અને અન્ય મહિલાઓનો પીછો કરતો જોવા મળે છે. ત્યારબાદ તક મળતાં જ તે મહિલાના ગળામાંથી ચેન ખેંચી લે છે અને બાઈક પર બેઠેલા સાગરિત સાથે ફરાર થઈ જાય છે.

પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. ચેન સ્નેચરોની વધતી પ્રવૃત્તિને કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ચેન સ્નેચિંગના બનાવો સામે આવતા પોલીસની ગુનાશોધક શાખાઓ સામે પણ ગઠિયાઓને ઝડપી પાડવાનો પડકાર ઊભો થયો છે. સમગ્ર મામલે આટલાદરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે CCTVમાં કેદ થયેલા શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Breaking News : અમરેલીમાં બીમાર સિંહને બચાવવા ગયેલી વન વિભાગની ટીમ પર હુમલો, બે કર્મચારીઓ ઘાયલ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Sep 27, 2026 01:13 PM
Follow Us
Loading...
Unable to load recommendations.