Breaking News : બોટાદમાં ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની કિંમતના હીરાની ચોરીનો ભેદ ઉકેલ્યો, જુઓ Video
Image Credit source: canva

Breaking News : બોટાદમાં ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની કિંમતના હીરાની ચોરીનો ભેદ ઉકેલ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 17, 2026 | 2:26 PM

અમદાવાદ ગ્રામ્ય LCB ટીમ અને બોટાદ પોલીસ સંયુક્ત કામગીરીથી બોટાદ માં કરોડો હીરાની ચોરી કેસનો ભેદ ઉકેલ્યો છે. બાવળા થી 3 આરોપી ધરપકડ કરી તમામ મુદામાલ રિકવર કરવામાં આવ્યો હતો. 3 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

બોટાદ શહેરના હીરા બજારમાંથી લાખો રૂપિયાની કિંમતના હીરાની ચોરી થયાની પ્રાથમિક માહિતી સામે આવતા ચકચાર મચી છે.મળતી પ્રાથમિક માહિતી મુજબ, શહેરના હીરા બજારમાં આવેલા નિલમ શોપિંગ સેન્ટરમાં હીરાના વેપારી અશોકભાઈ જવેરભાઈ કણકોટીયાની ઓફિસમાંથી હીરાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચોરાયેલા હીરાની કિંમત લાખો રૂપિયામાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

3 આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે

LCB અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે ઓફિસ તેમજ આસપાસના વિસ્તારની તપાસ હાથ ધરી હતી.હીરાની ચોરીની આ ઘટનાને પગલે બોટાદના હીરા બજારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હવે બોટાદમાં કરોડો રૂપિયાના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો છે.
બાવળાથી 3 આરોપીની ધરપકડ અને મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 4 કરોડની કિંમતના હીરા બાવળા નજીક વેચવા આવ્યા હોવાનું સામે આવ્યું છે.

 

ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપ્યા છે. ઝડપાયેલા 3 આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગ્રામ્ય LCBની ટીમ અને બોટાદ પોલીસની સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.

Input Credit- Muhir Soni- Ahmedabad

Breaking News : ડુમસ વિસ્તારમાં દારૂ પાર્ટી કરનારા 6 વેપારીની ધરપકડ કરાઈ, મોબાઇલ સહિત 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.