Breaking News : સ્થાનિકાનો રોષ સામે ભાજપ કાર્યકરોએ પણ ગુમાવ્યો હોશ! બળજબરીથી સોસાયટીમાં પ્રવેશ કરી મહિલાઓને ધક્કા માર્યા, જુઓ CCTV

અડાજણ ગોરાટ વિસ્તારમાં બબાલનો મામલો સામે આવ્યો છે. મહિલાઓ સાથે થયેલ ગેર વર્તન થતા મહિલાઓમાં આક્રોશ છે.ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગાળા ગાળી કરી અને મહિલાઓ સાથે ઝપાઝપી કરી હતી.

| Edited By: | Updated on: Apr 22, 2026 | 12:55 PM

સુરત શહેરમાં રાંદેર ગોરાટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બબાલનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.BJPના ઉમેદવારની દાદાગીરી સામે આવી છે.સુરતમાં ભાજપના જ ગઢમાં ગાબડાની સ્થિતિ છે. પરંતુ, તેનાથી પણ વધારે ચિંતાજનક તે દ્રશ્યો છે જે CCTVમાં કેદ થયા છે. મહિલા અનામતની માગ કરતાઅને મહિલા સુરક્ષાના દાવા કરતા ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર દરમિયાન મહિલાને ધક્કો મારવાની ઘટના સામે આવી છે. આટલું જ નહી CCTVમાં કેદ થઈ ગઈ છે.

સુરતના વોર્ડ નં-11, ગોરાટ ખાતેથી સામે આવેલા આ દ્રશ્યો પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.ચૂંટણી નજીક આવતાં આ વિવાદ ચૂંટણીના પરિણામ પર કેટલો પ્રભાવ પાડશે તે જોવાનું રહેશે.

ચૂંટણી પ્રચાર દરમિયાન બબાલ

વોર્ડ નંબર 11 ગોરાટ ખાતે અશાંતધારાની ફરિયાદ મુખ્ય મુદ્દો છે આ મુદ્દે જ તરુણ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને છે. અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના પ્રચાર દરમિયાન તેમની સમર્થક મહિલાઓ પર ભાજપના ઉમેદવાર અને તેનાં સમર્થકોએ હુમલો કર્યાનો આરોપ છે. વાત વણસી જતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતા. જો કે મહિલાઓનો આરોપ છે કે પોલીસ ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાને ભગાડી ગઇ છે.માત્ર સુરત જ નહી પરંતુ અનેક શેહરોમાં પણ પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ ભાગતા જોવા મળ્યા હતા.

રાજકીય વાતાવરણ ગરમાયું

સુરત શહેરના વોર્ડ નંબર 11માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય વાતાવરણ ગરમાયું છે. અહીં ભાજપ દ્વારા જીત માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે તેની દંબગાઈ પણ સામે આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા/તાલુકા પંચાયત) માટે ચૂંટણી 26 એપ્રિલ 2026ના રોજ એક જ તબક્કામાં યોજાશે. તેમજ પરિણામ 28 એપ્રિલ 2026ના રોજ જાહેર કરવામાં આવશે.

 

 

ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. અહી ક્લિક કરો

 

Follow Us