Breaking News : ‘બુથ નહીં તો વોટ નહીં’, અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ, ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

| Edited By: | Updated on: Apr 25, 2026 | 12:55 PM

મોડાસા તાલુકાના હફશાબાદ ગામમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો સૂર ઉઠાવતા “બુથ નહીં તો વોટ નહીં”ના નારા લગાવ્યા છે. આશરે 400 જેટલા મતદાતાઓએ ગામમાં મતદાન બુથની સુવિધા ન હોવાને કારણે આ વખતે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હોવાનું સામે આવ્યું છે.

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મતદાન પ્રક્રિયા અંગે અસંતોષનો માહોલ સર્જાયો છે. મોડાસા તાલુકાના હફશાબાદ ગામમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો સૂર ઉઠાવતા “બુથ નહીં તો વોટ નહીં”ના નારા લગાવ્યા છે. આશરે 400 જેટલા મતદાતાઓએ ગામમાં મતદાન બુથની સુવિધા ન હોવાને કારણે આ વખતે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હોવાનું સામે આવ્યું છે.

મતદાન બુથને ગામથી આશરે 2 કિલોમીટર દૂર ખસેડતા રોષ

ગ્રામજનોના જણાવ્યા અનુસાર વર્ષોથી ગામની શાળામાં જ મતદાન બુથની વ્યવસ્થા કરવામાં આવતી હતી, જેના કારણે લોકોને સરળતાથી મતદાન કરી શકતા હતા. જોકે છેલ્લા બે વર્ષથી ગામની શાળા બંધ હાલતમાં હોવા છતાં ત્યાં મતદાન માટે જરૂરી તમામ વ્યવસ્થા થઈ શકે તેમ હોવાનો ગ્રામજનોનો દાવો છે. તેમ છતાં ચૂંટણી તંત્ર દ્વારા કોઈ પૂર્વ સૂચના કે ચર્ચા કર્યા વિના મતદાન બુથને ગામથી આશરે 2 કિલોમીટર દૂર ખસેડી દેવામાં આવ્યું છે, જેને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

ગ્રામજનોએ આ મુદ્દે અનેક વખત સ્થાનિક અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હોવાનો પણ દાવો કર્યો છે, પરંતુ તેમની માગ પર કોઈ કાર્યવાહી ન થતા અંતે તેમણે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને શારીરિક રીતે અસમર્થ લોકો માટે દૂર સ્થિત બુથ સુધી પહોંચવું મુશ્કેલ બનશે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર ઘટનાએ ચૂંટણી વ્યવસ્થાપન પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. હવે જોવાનું રહેશે કે તંત્ર ગ્રામજનોની માંગ પર ધ્યાન આપે છે કે નહીં અને આવનારી ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા કેવી રીતે અસરગ્રસ્ત બને છે.

Breaking News : જોજો ભૂલ ન થાય! આ બટન નહીં દબાવો તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં, ચૂંટણી અધિકારીએ જણાવી મતદાનની સાચી રીત, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

 

Published on: Apr 25, 2026 12:52 PM
Follow Us