Breaking News : અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ પડ્યો ભુવો, બાઈક ચાલક બાઇક સાથે તેમાં ખાબક્યો, જુઓ Video

| Edited By: | Updated on: May 06, 2026 | 12:29 PM

વટવાના બીબી તળાવ પાસે બાઇક ચાલક ભૂવામાં ખાબક્યો હતો. થોડા જ વરસાદને કારણે પડ્યો ભૂવો હતો. ફાયરની ટીમ દ્વારા યુવકને ભૂવાની બહાર કાઢવામાં આવ્યો હતો.

અમદાવાદમાં 5 એપ્રિલના સાંજે શહેરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં પડેલા કમોસમી વરસાદે શહેરીજનોની ચિંતા વધારી હતી. ભારે પવનથી શહેરના અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા છે. તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ડ્રેનેજના પાણી ઓવરફ્લો થઈ હતી. કમોસમી વરસાદે ખોલી મનપા પ્રશાસનની પોલ ખોલી નાંખી છે. આ સમાન્ય માવઠામાં વટવામાં ભુવો પડ્યાની ઘટના સામે આવી હતી. તેમજ આ ભુવામાં એક યુવક બાઈક સાથે પડ્યો હતો.

એલજી હોસ્પિટલમાં રિફર કરાયો

ભરઉનાળે અમદાવાદમાં ભુવો પડવાનો સિલસિલો યથાવત છે. વટવામાં બાઈકચાલક પડ્યો ભુવામાં પડ્યો જેમાં બાઇક ચાલક બાઇકની સાથે જ ભુવામાં ખાબક્યો હતો. જેનું રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. ફાયરની ટીમ દ્વારા આ યુવકને ભુવાની બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ આ યુવકને એલજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સામાન્ય વરસાદમાં ડ્રેનેજ ઓવરફ્લો અને ભુવાની ઘટના સામે આવે છે. તો ચોમાસામાં શુ હાલત થશે તે ચિંતા હાલ લોકોમાં છે. સાવચેતી માટે અજાણ્યા કે પાણી ભરાયેલા રસ્તાઓ પર ચાલવાનું કે વાહન ચલાવવાનું ટાળવું જોઈએ.

ભર ઉનાળે ભુવો પડવાની ઘટના હજુ યથાવત છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, બાઈક ચાલક ભુવામાં પડી જાય છે. ભુવાની અંદર પડેલા બાઈક ચાલકનું જો મૃત્યુ થયું હોત તો જવાબદાર કોણ તે પણ એક ચર્ચાનો વિષય છે.

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us