Breaking News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારીની ઘટના સામે આવી, જુઓ વીડિયો

અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારીની ઘટના સામે આવી છે.ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થઈ હતી.

| Edited By: | Updated on: Feb 06, 2026 | 11:42 AM

કોઈ શાળા એટલા માટે ફેમસ હોય કે, તે શાળાનું ભણતર સારું હોય અથવા તો આ શાળાના બાળકોએ ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યું હોય. પરંતુ આજે અમે તમને એક એવી શાળા વિશે વાત કરીશું કે, જેનું નામ ફેમસ કરતા વિવાદોમાં વધુ રહ્યું છે. વિવાદો પણ એવા હોય છે કે,વિદ્યાર્થીનું મોત પણ થાય છે. હવે લોકો પણ કરી રહ્યા છે કે,આતો કોઈ શાળા છે કે પછી વિવાદનું કારખાનું. એક બાદ એક અનેક વખત આ સ્કૂલ વિવાદોમાં આવી ચૂકી છે. ત્યારે ફરી એક વખત અમદાવાદની ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં મારામારી ઘટના સામે આવી છે.

વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ

ગઈકાલે સવારે શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટની ઘટના બની હતી.ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થઈ હતી. અગાઉ લાઈનમાં ઊભા રહેવા બાબતે થયેલ માથાકૂટની અદાવત રાખી મારામારી થઈ હતી.ખોખરા પોલીસ સ્ટેશનમાં ચાર સગીર સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.DEO કહ્યું પ્રિન્સિપલ અને એડમિન સ્ટાફ જૂના મેનેજમેન્ટના છે.ઘટનાની જાણ કરવામાં આવી નહોતી, જેથી નોટિસ અપાવામાં આવી છે.

માતાપિતાઓમાં ભયનું મોજુ ફેલાયું

આ ઘટના બાદ તમામ માતાપિતાઓમાં તેમના સ્કૂલે જતા બાળકોને લઈને ડર અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. શાળાએ ગયેલુ બાળક જ્યા સુધી હેમખેમ ઘરે પરત ન ફરે ત્યા સુધી એ દરેક માતાપિતાના જીવ પડીકે બંધાયેલા રહે છે. સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે, આ સ્કુલ વિવાદોની સ્કુલ છે. હાલમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ચાર સગીર સામે પોલીસ ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

20 ઓગસ્ટે વિદ્યાર્થીનું મૃત્યુ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેની બબાલમાં નયન સંતાણી નામના વિદ્યાર્થીનું બુધવારે 20 ઓગસ્ટે મૃત્યુ થયુ હતુ. જે બાદ માતાપિતા અને વાલીઓનો રોષ સાતમા આસમાને હતો. વાલીઓ શાળાની માન્યતા રદ્દ કરવાની સતત માગ કરી હતી, આટલી મોટી ઘટના બાદ પણ સેવેન્થ ડે સ્કૂલ હજુ વિવાદોમાં રહે છે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો