Breaking News : અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ, મહિલા પણ મળી જોવા

| Edited By: | Updated on: Nov 20, 2026 | 1:14 PM

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.પ્રસંગ દરમિયાન ખુલ્લેઆમ દારૂ અને બિયરની પાર્ટી યોજાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે.વાયરલ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો દારૂ અને બિયરની પાર્ટી કરતા દેખાયા હતા.

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.પ્રસંગ દરમિયાન ખુલ્લેઆમ દારૂ અને બિયરની પાર્ટી યોજાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે.વાયરલ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો દારૂ અને બિયરની પાર્ટી કરતા દેખાયા હતા. લોકોને પીવડાવવા મોટા પ્રમાણમાં દારૂની વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો છે.મહિલા હાથમાં બિયરની બોટલ લઈ ડાન્સ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટીનો વાયરલ વીડિયોની પુષ્ટિ થઈ છે.

ધારાસભ્ય પાયલ કુકરાણી પણ પ્રસંગમાં હાજર

સરદારનગર વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ પ્રસંનો વીડિયો હોવાનું સામે આવ્યું છે.ધારાસભ્ય પાયલ કુકરાણી પણ પ્રસંગમાં હાજર હોવાનું સામે આવ્યું છે. પાયલ કુકરાણીનો પણ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.tv9 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. હવે એ પણ વાત થઈ રહી છે કે, ગુજરાતમાં દારુબંધી છે. તો આટલો દારુ આવ્યો ક્યાંથી બીજી વાત એ છે કે, શું ધારાસભ્ય પણ નિયમો નેવે મુકી આવી પાર્ટીમાં જોડાયા હતા. શું તેમને પણ કોઈ કાયદા નિયમનું ભાન ન હતુ.

 

Travel Tips : દિલજીત દોસાંઝ પહોંચ્યો ગિરનાર , શું તમે જાણો છો આ સ્થળ શા માટે ખાસ છે અને ગિરનાર કેવી રીતે પહોંચવું? અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.