Breaking News: અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી 29 કિમી દૂર નોંધાયુ

| Edited By: | Updated on: Jul 30, 2026 | 10:03 AM

અમદાવાદ શહેરને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો નોંધાતા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોમાં થોડા સમય માટે ફફડાટ ફેલાયો હતો. આંચકો અનુભવાતા કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર નીકળી આવ્યા હતા.

2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

પ્રાથમિક માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ હતી. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી મોટા ભાગના વિસ્તારોમાં માત્ર હળવી ધ્રુજારી અનુભવાઈ હતી. ભૂકંપના સમાચાર સાંભળીને લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે.

અમદાવાદથી 29 કિલોમીટર દૂર હતું કેન્દ્રબિંદુ

ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી અંદાજે 29 કિલોમીટર દૂર નોંધાયું હતું. હળવા આંચકાના કારણે કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નથી.

તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે

ભૂકંપ બાદ સંબંધિત તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો-

Follow Us
Loading...
Unable to load recommendations.